ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલ વિસાવદરના ચકચારી પોકસોના કેસમાં આરોપી નિર્દોષ - At This Time

ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલ વિસાવદરના ચકચારી પોકસોના કેસમાં આરોપી નિર્દોષ


વિસાવદરના ચકચારી પોકસોના કેસમાં આરોપી નિર્દોષ
ભોગ બનનારની ઉંમર અંગે કોઈઆધાર પુરાવા ન હોય ત્યારે સગીર હોવાનુંઅનુમાન થઈ શકે નહીં ધારાશાસ્ત્રી કમલેશ જોશીની ધારદાર દલીલો વિસાવદર સેસન્સ કોર્ટમાં ચાલતા એક સગીરવયની દીકરીનું લગ્ન કરવાના ઇરાદે તેમના વાલીપણા માંથી આરોપી દ્વારા અપહરણ કરી લઈ જઈ તેવો સગીર હોવાનું જાણવા છતાં તેની સંમતિ વગર તેમની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોવાની ફરિયાદ ભોગબનનારના પિતાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ હતી જે કામમાં આરોપીની વિસાવદર પોલીસે ઉપરોક્ત ગુનાના કામમાં ધરપકડ કરી ત્યારબાદ નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલું હતું અને આ કેસ સ્પેશિયલ પોકસો કેસ તરીકે વિસાવદર સેસન્સ કોર્ટમાં ચાલેલ હતો એમાં ફરિયાદપક્ષે સાહેદોને તપાસવામાં આવેલ હતા તેમાં ભોગ બનનાર તથા તેના માતા-પિતા તથા અન્ય સાહેદો અને તપાસ કરનાર અધિકારી તથા ડોકટરની જુબાની લેવામાં આવેલ હતી આ કામમાં વિસાવદરના યુવા ધારાશાસ્ત્રી કમલેશ બી જોષી રોકાયેલા હતા અને તેઓએ સમગ્ર સાહેદોની વિસ્તૃત ઉલટતપાસ કરેલ હતી અને ભોગ બનનારની ઉંમર અંગે કોઈ જન્મ તારીખનો દાખલો આધારકાર્ડ કે અન્ય કોઈ પુરાવા ન હોય ત્યારે માત્ર રેડિયોલોજીસ્ટના રિપોર્ટ માની અને સગીર હોવાનું અનુમાન કરી શકાય નહીં આ ઉપરાંત ભોગ બનનાર તથા તેના માતા પિતાની ઉલટ તપાસ ધ્યાને લઈ આ વિશેષ ઉલટતપાસમાં તેઓની પાસે જન્મના કોઈ પ્રમાણપત્ર ન હોય તથા તેમની દીકરીને ખેતી કામ કરવું ન હોય તેથી તેઓ રાજસ્થાન જતી રહેલ અને આરોપીને ઓળખતા ન હોય તે સંબંધેની દલીલ કરી ખરી હકીકતો ઉલટ તપાસમાં રેકોર્ડ ઉપર લાવતા અને આ સંબંધે ધારદાર દલીલો કરી રજૂઆત કરતા નામદાર વિસાવદરના સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે આ પોકસો કેસ વિસાવદર તાલુકામાં એક ચકચારી કેસ હોય આ ચુકાદો આવતા વિસાવદરના ધારાશાસ્ત્રી કમલેશભાઈ જોશીને લોકો દ્વારા શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવેલ છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image