વડનગર હાટકેશ્વર દાદા નો પ્રાગટ્ય દિવસ ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર હાટકેશ્વર દાદા નો પ્રાગટ્ય દિવસ ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી


વડનગર હાટકેશ્વર દાદા નો પ્રાગટ્ય દિવસ ઉજવણી નિમિત્તે શોભાયાત્રા નીકળી

આમ જોવા જઈએ તો એપ્રિલ મહિના માં મહાપુરૂષો તથા દેવ- દેવી ઓનો પ્રાગટ્ય દિવસ અને જન્મજયંતિ ઓ આવે છે. તો આ ધાર્મિકતા માં થી આધ્યાત્મિકતા તરફ જવા નો રસ્તો મળે અને આત્મિક ઉર્જા ની અનુભૂતિ થાય તેવું જ વડનગર હાટકેશ્વર ખાતે ચૈત્ર સુદ ચૌદસ ના દિવસે હાટકેશ જયંતિ નિમિત્તે બપોરે મધ્યાહન એ મહા પૂજા આરતી તથા શોભાયાત્રા નીકળી હતી હાટકેશ્વર દાદા વર્ષ માં બે વખત નગરચર્યા કરવા ની કરવા નીકળે છે. શિવરાત્રી અને હાટકેશ્વર નો પ્રાગટ્ય દિવસે જય હાટકેશ ના નાદ સાથે હાટકેશ્વર મહાદેવ ના મંદિર થી શોભાયાત્રા નીકળી ને ચૈત્રેશ્વરી માતાજી પીઠોરી દરવાજા જાય છે. એવું એક માન્યતા છે.કે ભાઈ બહેન ને મળવા જાય છે. તેવું લોકવાયકા સાંભળવા મળી છે.
||ૐ જય હાટકેશ||


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image