ભાટપુર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી…
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી, ભાટપુરમા 111 દિકરીઓની ભવ્ય કળશયાત્રા યોજાઈ, જે સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી, આ ધાર્મિક યાત્રાનુ મુખ્ય ઉદ્દેશ વિશ્વ શાંતિ અને જન કલ્યાણનો સંદેશ પ્રસરાવવાનો હતો, શોભાયાત્રાની શરુઆત ભાટપુર ગામના પ્રાચીન હનુમાનજી મંદિરથી ભારંભાઈ હતી, મોતીપુરા ચોક ખાતે યાત્રાનુ વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતુ , હનુમાન જયંતી નિમિત્તે ભાટપુર હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞોત્સવ કરવામાં આવ્યો , 11 જેટલા દંપતીએ હોમ હવનમાં ભાગ લીધો , આ કાર્યક્રમનુ આયોજન ભાટપુર ગામના યુવાનો, વડીલો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ રાજકીય ભેદભાવ ભુલીને ધાર્મિક કાર્યને ધ્યાનમાં રાખીને એકસાથે જોવા મળ્યા હતા, આ પ્રસંગે પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય એસ બી ખાંટ, ભાજપ જીલ્લા મહામંત્રી જ્યેન્દ્રભાઈ બારોટ, અમુલ ડેરી ડિરેક્ટર સાયભેસિહ પરમાર, વિશ્વ હિન્દુ પરિષદ વિરપુર તાલુકા પ્રમુખ નવીનસિહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ દલપતસિહ પરમાર, રાજકીય આગેવાન અમરસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ મહેન્દ્રસિંહ બારૈયા, કોંગ્રેસ આગેવાન કાળુસિહ બારીયા તથા બબુસિહ બારીયા, સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
