યુવા આઇકોન ડો. ચિન્મય પંડ્યાજી ની પાવન નિશ્રા માં અમદાવાદ શાસ્ત્રીનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પ્રેરિત ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાયો
યુવા આઇકોન ડો. ચિન્મય પંડ્યાજી ની પાવન નિશ્રા માં
અમદાવાદ શાસ્ત્રીનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પ્રેરિત ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાયો
અમદાવાદ નારણપુરા શાસ્ત્રીનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણા-માર્ગ દર્શન આશીર્વાદ સંરક્ષણમાં નિ:શુલ્ક ૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞના સમર્થન હેતુ નારણપુરા વિસ્તારમાં શક્તિ કળશના પરિભ્રમણ,ભૂમિપૂજન, શોભાયાત્રાની પ્રદિક્ષણાના કાર્યક્રમો દ્વારા જાણકારી પહોંચાડ્યા બાદ ૧૦૮ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રીમહાયજ્ઞનો શુભારંંભ તા.૧૦ એપ્રિલ ગુરુવાર વહેલી સવારે ૭-૦૦ કલાકે મોટી જન સંખ્યામાં ઉપસ્થિત શ્રધ્ધાળુંંઓના આગમનથી થયો હતો તા.૯ એપ્રિલ થી ૧૨ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન ગાયત્રી પરિવાર શાસ્ત્રીનગર શાખા દ્વારા તથા ગાયત્રી પરિવાર અમદાવાદ શહેર-જિલ્લાની શાખાઓના સહયોગ સહકાર માં રાષ્ટ્રને શસક્ત,સમૃધ્ધ બનાવવાના ઉદ્દેશ્ય થી યોજયું છે
આ અંગે ગાયત્રી મંદિર શાસ્ત્રીનગરના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ ઠાકરે જણાવ્યું કે તા.૧૦ એપ્રિલ સવારે ૧૧-૦૦ વાગે આશીર્વાદ આપવા હરિદ્વાર શાંતિકુંજ ખાતેની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના કુલપતિ અને યુવા આઇકોન ડો. ચિન્મય પંડ્યાજી ની સાથે સંતો-મહંતોએ પણ હાજરી આપી ઉદ્બબોધન કરી મહાયજ્ઞમાં પધારી ભાગ લીધો હતો તા.૧૧ એપ્રિલ સવારે યજ્ઞ કાર્ય તથા સાંજે ૭-૦૦ કલાકે ૧૦૦૮ ગાયત્રીમહા દિપયજ્ઞ તેમજ તા.૧૨ એપ્રિલ સવારે યજ્ઞ કાર્ય સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ગાયત્રી યજ્ઞ કાર્ય પૂર્ણાહુતિ તથા શ્રી હનુમાન જયંતિ નિમિત્તે સંગીતમય શ્રી સુંદર કાંડનું આયોજન કરેેલ છે.ગુરુદેવ રામ શર્મા આચાર્ય દ્વારા લિખિત ૩૨૦૦ પુસ્તકોનો સાહિત્ય સ્ટોલ,વ્યસન મુક્તિ પ્રદર્શની અને ગુરુદેવના જીવન પર પ્રદર્શની પણ રાખવામાં આવેલ છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
