વાંકાનેર માં પત્રકાર સાથે થયેલ બેહુદા વર્તન મામલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મેદાનમાં - At This Time

વાંકાનેર માં પત્રકાર સાથે થયેલ બેહુદા વર્તન મામલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મેદાનમાં


વાંકાનેર માં પત્રકાર સાથે થયેલ બેહુદા વર્તન મામલે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મેદાનમાં

વાંકાનેર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા અને રાષ્ટ્રીય સલાહકાર જે.પી.જાડેજા એ ટીમ સાથે વાંકાનેર ની મુલાકાત લીધી
સ્થાનિક પત્રકાર સંઘ નાં પ્રમુખ ભાટી એન. અને હોદેદારો તેમજ પીડિત પત્રકાર કેતન ભટ્ટી ને મળીને પત્રકાર જગત સાથે હોવાનો ભરોસો જતાવ્યો
વાંકાનેર તા.૧૧ : પત્રકારો ની સુરક્ષા હેતુ પત્રકાર સુરક્ષા કાનૂન નું રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવી રહેલ દેશનાં સૌથી મોટા રજિ.પત્રકાર સંઘ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા વાંકાનેર માં પત્રકાર કેતન ભટ્ટી સાથે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા બેહુદા અને અશોભનીય વર્તન સામે વાંકાનેર પત્રકાર સંઘ ની લડત ને પૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આજરોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા અને રાષ્ટ્રીય સલાહકાર જે.પી.જાડેજા એ ટીમ સાથે વાંકાનેર શહેરની મુલાકાત લઈને વાંકાનેર પત્રકાર સંઘ નાં પ્રમુખ ભાટી એન. મહામંત્રી યાકુબભાઈ બાદી, વરિષ્ઠ પત્રકાર મોહમ્મદ રાઠોડ, મુકેશભાઈ પંડ્યા,સૈફુદિન માથકિયા, અરબાઝ બાદી અને સ્થાનિક પત્રકાર મિત્રો ની સાથે રહી સ્થાનિક ધારાસભ્યની જોહુકમી નો ભોગ બનેલ પત્રકાર કેતન ભટ્ટી ની મુલાકાત લઈને તેમની સાથે હોવાની ખાતરી આપી હતી. ગુજરાતમાં દિવસે દિવસે અધિકારીઓ અને નેતાઓની તાનાશાહી નો ભોગ પત્રકારો બની રહ્યા છે ત્યારે આ બાબત ને હવે જરાપણ હળવાશ થી લેવામાં આવશે નહિ અને જો સ્થાનિક સ્તરે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો રાજ્ય અને દેશ સ્તર પર આ મુદ્દા ને લોકો વચ્ચે લઇ જવાની રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા એ ચીમકી આપી હતી. જે. પી. જાડેજા એ તમામ સ્તરે સ્થાનિક પત્રકારો ની લડત માં ABPSS સાથે રહેશે તેવી બાહેંધરી આપી હતી. આ મુદ્દે જો સ્થાનિક સ્તરે ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે આવેદન અને આંદોલન નો દૌર શરૂ કરવામાં આવશે તેવું અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની અખબારી યાદી માં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image