કર્મ પરાયણ સેવા ભક્તિ ના આદર્શ મૂર્તિ રામ સેવક શ્રી હનુમાનજી ના પ્રાગટય પર્વ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી
કર્મ પરાયણ સેવા ભક્તિ ના આદર્શ મૂર્તિ રામ સેવક શ્રી હનુમાનજી ના પ્રાગટય પર્વ ની ભવ્ય અને દિવ્ય ઉજવણી
દામનગર રામેષ્ટ ત્યાગ ભક્તિ અને સમર્પણ પ્રચંડ ઉર્જા પ્રવાહ રામદૂત શ્રી હનુમાનજી ના જન્મોત્સવ ને લઈ ભારે ઉત્સાહ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને તા.૧૧એપ્રિલ ની રાત્રી ના ૧૨ કલાક થી અવિરત માનવ પ્રવાહ તા ૧૨ એપ્રિલ રાત્રી ના ૧૨ કલાક સુધી એટલે કે ૨૪ કલાક દરમ્યાન બે થી અઢી લાખો શ્રધ્ધાળુ ભાવિકો દર્શન કરશે એક લાખ થી વધુ ભાવિકો બોપર ના મહાપ્રસાદ નો લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા અમરેલી થી ભુરખિયા તરફ અને દામનગર થી ભુરખિયા તરફ એમ દરેક દિશા ઓથી આવતા રસ્તા માં લાખો પદયાત્રી ઓનો અવિરત પ્રવાહ શ્રદ્ધા અને ભક્તિ શુભમ સંયોગ
પદયાત્રી ઓ માટે નજીવા અંતરે ખાની પીણી ચા શરબત અલ્પહાર ફ્રુટ આઈસ્ક્રીમ કોન કેન્ડી વિતરણ થેપલા ભજીયા ગાંઢીયા ઠંડા પાણી સહિત ની સેવા ઓના સ્ટોલ ઉપર ખડેપગે સ્વંયમ સેવી સંસ્થા સંગઠનો ની ૨૪ કલાક સળગ સેવા પદયાત્રી માટે પોરા રૂપ બની
શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે શક્ય તે તમામ વ્યવસ્થા અંગે માઈક્રો પ્લાનિંગ જોવા મળ્યું સમસ્ત ભુરખિયા ગામ એવમ સેવક સમુદાય શ્રધ્ધાળુ ભાવિકો દરેક માં સ્વંયમ સેવકો ના દર્શન નાની મોટી કોઈ પણ સેવા વિના સંકોચ કરતા અસંખ્ય લોકો દાદા પ્રત્યે અપાર વિશ્વાસ રોડ રસ્તા ની બંને તરફ ઠેર ઠેર સેવા સ્ટોલ દર્શનાર્થીઓ ભાવિકો માટે આશીર્વાદ રૂપ બન્યા મંદિર માં પ્રવેશતાજ મુખ્ય ગેટ પાસે અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો ની સંસ્થા નો સ્ટોલ ને દર્શનાર્થીઓ દ્વારા યથા યોગ્ય મદદ કરતા જોવા મળ્યા ભાવનગર ની આર વી શાહ થેલેસમિયા ગ્રસ્ત બાળકો ની ડે - કેર કરતી સંસ્થા નો મંદિર પરિસર માં મહા રક્તદાન કેમ્પ યોજાયો શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં અંખડ મહાયજ્ઞ ના દર્શન કરી ખૂબ રાજીપો વ્યક્ત કરતા ભાવિકો મહા પ્રસાદ ની અદભુત વ્યવસ્થા ગરીબ થી લઈ તવંગર હજારો લોકો એ એક પંગથે મહા પ્રસાદ મેળવ્યો ચેત્રી પૂનમ શ્રી હનુમાનજી જ્યંતી ના મેળા માં માનવ મેદની સર્વત્ર ભક્તિમય માહોલ દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ભાવ ધરાવતા શ્રધ્ધાળુ ૪૬ ડીગ્રી ધોમ ધખતા તાપ માં પણ પદયાત્રા કરી દાદા ના દર્શને પધાર્યા સમગ્ર પંથક માંથી દરેક દિશા એ રોડ રસ્તા ઓ ઉપર પદયાત્રી ઓનું ઘોડાપુર ઉમટી પડ્યું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
