10 મહિના બાદ મનપાના 13 કોમ્યુનિટી હોલ ફરી શરૂ થયા
રાજકોટ શહેરના નાના અને મધ્યમવર્ગના પરિવારોના લોકો પોતાના નાના-મોટા પ્રસંગો ઓછા ખર્ચે કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં 24 કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. આ કોમ્યુનિટી હોલ ગત મે માસમાં ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીના કારણોથી બંધ કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટીના સાધનો વસાવવાનું શરૂ કર્યું હતું અને 10 મહિના બાદ હવે 13 કોમ્યુનિટી હોલ લોકોને લગ્ન માટે ઉપલબ્ધ થયા છે. હવે કોઇપણ લગ્નપ્રસંગ કે અન્ય પ્રસંગો માટે આ કોમ્યુનિટી હોલનું ઓનલાઇન બુકિંગ કરી શકાશે. જ્યારે હજુ પણ મહાનગરપાલિકાના 11 કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
