આર્ટસ કોલેજ સતલાસણામાં માળા તથા કુંડા વિતરણ યોજાયો . - At This Time

આર્ટસ કોલેજ સતલાસણામાં માળા તથા કુંડા વિતરણ યોજાયો .


આજ રોજ શ્રી બાબુલાલ પુનમચંદ શાહ વિધાસંકુલ સંચાલિત શ્રીમતિ આર એમ પ્રજાપતિ આર્ટસ કોલેજ સતલાસણામાં કરૂણા અભિયાન હેઠળ ૮૦૦ ઉપરાંત પક્ષીઓના માળા અને પાણી માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. આ કોલેજ ઘ્વારા છેલ્લા દશ વર્ષથી દર વર્ષે ઉનાળા શરૂ થતાં પહેલા માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે. વિધાર્થીઓમાં જીવદયા, સંવેદનશીલતા અને પક્ષીઓ પ્રત્યે અનુકંપા વિકસે તેવા હેતુથી આ માળા કુંડાનું વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને વિવિધ પ્રકારની ચકલીઓની જાત લુપ્ત થઈ રહી છે. વૃક્ષો કરતાં આવા માળામાં પોતાનું ઘર બનાવવનું ચકલીઓ માટે વધુ સલામત હોય છે સાથે કુંડામાં પાણી પણ નિયમિત મળી રહે છે. દર વર્ષે આ યજ્ઞેયકાર્યમાં લાયન્સ કલબ ઓફ, સતલાસણા તથા કોલેજ પરિવારનો આર્થિક સહયોગ મળે છે. દરેક વિદ્યાર્થીઓ પોતાના ઘરે યોગ્ય જગ્યાએ માળા અને કુંડા ને ગોઠવે છે અને તેનુ ધ્યાન રાખે છે. સમગ્ર પરિવાર આ ઉમદાકાર્યમાં જોડાય છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપાલ ર્ડા.જયેશ બારોટના માર્ગદર્શન હેઠળ ર્ડા.રાકેશ જોષી તથા તેમની ટીમ ઘ્વારા સફળ રીતે કરવામાં આવે છે.

રાજેશ સુથાર સતલાસણા

9856699566


+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image