બરવાળા પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હામાં મોબાઇલ સાથે આરોપી શિવજી સેનાભાઇ ભાટીને પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેક્ટ કરી કુલ ૧૮,૯૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી. બોટાદ - At This Time

બરવાળા પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ ગુન્હામાં મોબાઇલ સાથે આરોપી શિવજી સેનાભાઇ ભાટીને પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેક્ટ કરી કુલ ૧૮,૯૯૯/- નો મુદ્દામાલ કબ્જે કરતી એલ.સી.બી. બોટાદ


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ જિલ્લામાં દાખલ થયેલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા એન્ટી થેફટ સ્કોડની રચના કરવામાં આવેલ અને ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીનાઓના માર્ગદર્શન હેઠળ એન્ટી થેફ્ટ સ્કોડના પો.સબ.ઈન્સ. આઇ.એસ.રબારી તથા સ્કોડ દ્વારા ટેકનીકલ સોર્સીસથી આધારે બરવાળા પો.સ્ટે. ગુ.ર.ન. ૧૧૧૯૦૦૦૧૨૪૦૪૨૧/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબનાં કામે ચોરાયેલ મોબાઇલ ફોન સાથે આરોપી શિવજી સેનાભાઇ ભાટી ઉ.વ.૧૯ રહે. શિહોર તાલુકા પંચાયત પાછળ તા.શિહોર જી.ભાવનગર વાળાને ગુનાના કામે ચોરાયેલ રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૮,૯૯૯/- સાથે પકડી પાડી મોબાઇલ ફોન કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(રિપોર્ટ અસરફ જાંગડ )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image