બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરની ગેરકાયદેસર શહેરી બસ સેવામાં ભ્રષ્ટાચાર, ઈમાનદાર અધિકારી વિરુદ્ધ પગલાંને લઈને પ્રતિક ઉપવાસનો બે દિવસ થયા
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ શહેરમાં શહેરી બસ સેવાના ગેરકાયદેસર સંચાલન અને તંત્રના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આજે પ્રતિક ઉપવાસ આંદોલનનો બે દિવસ થઇ ગયા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર શહેરી બસ સેવામાં ગેરરીતિઓ તથા ભ્રષ્ટાચારમાં ભાગીદારીના આક્ષેપો કરવામાં આવ્યા છે.આંદોલન કરી રહેલા કર્મચારીઓએ આરોપ મૂક્યો છે કે ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ફાયર અધિકારી વિરુદ્ધ નિર્ધારિત સડયંત્ર હેઠળ દબાણ લાવવા માટે કાર્યાલય આદેશ આપવામાં આવ્યો છે. આથી, અધિકારીના માનસિક શોષણ અને જાહેર જનતાની સુરક્ષાને જોખમમાં મૂકી ભ્રષ્ટાચાર ઢાંકી રાખવા તંત્ર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. આંદોલનકારી કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે ચીફ ઓફિસર વિરુદ્ધ તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માગણી કરી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે ચેતવણી આપવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
