નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું લોકાર્પણ જિલ્લા વિકાસઅધિકારીના હસ્તે કરાયું... - At This Time

નેત્રંગ તાલુકામાં વિવિધ વિકાસશીલ પ્રકલ્પોનું લોકાર્પણ જિલ્લા વિકાસઅધિકારીના હસ્તે કરાયું…


ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં રૂપિયા ૧૮ લાખના વિકાસશીલ પ્રકલ્પોનું જિલ્લા વિકાસઅધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

નેત્રંગ તાલુકાના મૌઝા ગામે ૧૫માં નાણાપંચ અને મનરેગા ક્નવર્ઝન અંતર્ગત ૮ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું અને વાંદરવેલી ગામે ૧૫માં નાણાપંચ અંતર્ગત રૂપિયા ૧૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાના ઓરડાનું જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ, એસ.ઓ. ધરવ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ગ્રામ પંચાયતના સરપંચ સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image