કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી* ——–
*કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણના પ્રારંભ સાથે ભૂમિપૂજન કરાવતાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી*
--------
*-:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ:-*
---------
*-સુગર મિલના પુનરુદ્ધારથી ૧૦ હજારથી વધુ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખૂલશે*
*-ખેડૂત 'અન્નદાતા' સાથે હવે 'ઉર્જાદાતા' બની 'ગ્લોબલ બાયો ફ્યુઅલ પ્રોડ્યુસર' બનશે*
*-વડાપ્રધાનશ્રીએ સૌપ્રથમવાર 'સહકાર મંત્રાલય' બનાવીને ખેડૂતોના જીવનમાં અજવાળા પાથર્યા છે*
----------
*સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ*
----------
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે કોડિનાર અને તાલાલા સુગર મિલોનો પુનરુધ્ધાર અને આધુનિકરણનો પ્રારંભ કરાવતાં સાથે ભૂમિપૂજન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે, ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોની પુનરુદ્ધારથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને ૧૦ હજાર થી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે.
આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ તો ફેલાશે જ, તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરુ પાડી 'અન્નદાતા' કહેવાય છે, તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવી ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે. ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો 'ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર' બની 'ઉર્જાદાતા' પણ બનવાના છે.
વર્ષોથી ખેડૂતોની અલગ 'સહકાર મંત્રાલય' બનાવવાની માંગણી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીજી ટર્મમાં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળતા જ 'સહકાર મંત્રાલય' બનાવીને ખેડૂતોની આ માંગ પૂરી કરી છે. 'પેક્સ થી અપેક્સ' સુધી અને જિલ્લા અને અર્બન બેંકોનો સંગઠન બનાવવા સાથે ૬૦ કરોડથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે રીતે આવનારા જીવન માટે વિકાસના દ્વાર ખોલી દીધાં છે.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ આ વિસ્તારના ખેડૂતોને નવી શેરડીનું બિયારણ મળે, ઉત્પાદન વધે, ડ્રોન ટેકનીકથી ખાતરનો છંટકાવ થાય, નવા સાધનો મળે, ગેસનું ઉત્પાદન થાય વગેરે માટે પણ કાર્ય કરવાની છે. આ બધાથી આ વિસ્તારના ખેડૂતોની સમૃદ્ધિ ચોક્કસ વધશે જ તેઓ વિશ્વાસ મંત્રીશ્રી વ્યક્ત કર્યો હતો.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨-૧૩ માં ૬૦ કરોડની વસતિ ખેતી પર નિર્ભર હતી, ત્યારે તે વખતની કેન્દ્ર સરકારનું રૂ. ૨૨ હજાર કરોડનું બજેટ હતું, જ્યારે અમારી સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં આ બજેટ વધારીને રૂ.૧.૩૭ હજાર કરોડ જેટલું કરવામાં આવ્યું છે. તે જ રીતે, વર્ષ ૨૦૧૨-૧૩માં ખેડૂતોને રૂ.૮.૫ લાખ કરોડ ધિરાણ મળતું હતું, જે આજે રૂ.૨૫.૫૦ લાખ કરોડ જેટલું મળે છે. છેલ્લાં દસ વર્ષમાં ડી.એ.પી.ની થેલીનો ભાવ એટલો જ રહ્યો છે કારણ કે, તેમાં થયેલો વધારો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, કિસાન ક્રેડિટની લિમિટ રૂ.૩ લાખથી વધારે ને રૂ.૫ લાખ કરવામાં આવી છે. આ તમામ પગલાંઓ દ્વારા ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ વડાપ્રધાનશ્રીએ કર્યું છે.
મંત્રીશ્રીએ શેરડી ખેતીમાં વધુ પાણીનો વપરાશની જરૂર હોય છે, પરંતુ ઇન્ડિયન પોટાશ લિમિટેડના સહકારથી ડ્રીપ એરીગેશન પદ્ધતિ દ્વારા ઓછા પાણીના વપરાશે વધુ શેરડીનું ઉત્પાદન થાય તે દિશામાં અગ્રેસર થવા માટે ઉપસ્થિત ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
તેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને સહકારી માળખા દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે જે સહકાર મળ્યો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઈન્ડિયન પોટાશ લિમિટેડના ચેરમેન શ્રી ડૉ.પંકજકુમાર બંસલે શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, વર્ષોથી બંધ પડેલી મીલોના કારણે ખેડૂતોની આજીવિકા પર અસર પડી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા હવે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. સામાજિક સંવાદિતાના સિદ્ધાંત સાથે સહકારી ક્ષેત્ર આગળ વધી રહ્યું છે.
તાલાલા, કોડિનાર અને વલસાડ સુગર મિલો સાથે દસ હજારથી વધુ ખેડૂતો જોડાયેલાં છે. સરકારના સહકારથી આ સુગર મિલો ફરીથી પુનર્જિવિત થઈ છે. ખાંડના ઉત્પાદન સાથે રૂ.૬૦૦ કરોડથી વધુની મૂડીના રોકાણ સાથે હરિત ઉર્જા સ્ત્રોત તેમજ જૈવીક ખાતર જેવું ઉત્પાદન પણ કરવામાં આવશે.
બિલેશ્વર ખાંડ ઉદ્યોગના ચેરમેન શ્રી પ્રતાપસિંહ ડોડિયા અને તાલાલા કો.ઓપરેટિવ સુગર મંડળીના અધ્યક્ષ શ્રી ભીમશીભાઈ બામરોટિયાએ સહકારી ક્ષેત્રને અગ્રતા આપવા અને તાલાલા-કોડિનાર સુગર મિલોને ફરી શરૂ કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને સ્થાનિક સહકારી આગેવાનો દ્વારા જે સહકાર પ્રાપ્ત થયો છે તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા મિલોને વધુ અસરકારક બનાવવા માટે બે ડિસ્ટલરી, એક ગ્રીન પાવર પ્લાન્ટ, એવિએશન ટર્બાઈન પ્લાન્ટ સહિતની સગવડો ઊભી કરવામાં આવશે. કોડિનાર અને તાલાલા સુગર મિલોની કામગીરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ જ, આ મિલોમાં શેરડીનું પીલાણ ૦૧ નવેમ્બર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ઇફ્કોના ચેરમેન અને રાષ્ટ્રીય સહકારિતા સંઘના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એ.ડી.સી. બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ, સહકારિતા સચિવ શ્રી આશિષકુમાર ભૂટાણી, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, કે.સી.રાઠોડ, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી સહિત તાલાલા-કોડિનાર ખાંડ ઉદ્યોગના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ, ખેડૂત અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો અને ઈન્ડિયન પોટાશ લિમિટેડના અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
