રાજકોટ મહાનગરપાલિકા ૩૬૪ આંગણવાડીઓ ખાતે “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ શહેર તા.૬/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના I.C.D.S વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તથા નાયબ કમિશનર મહેશ જાની અને રાજકોટ અર્બન મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર દેસાઈ શારદાબેનના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ૩૬૪ આંગણવાડી ખાતે “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ અધિકારી, મુખ્ય સેવિકા, ડિસ્ટ્રિક PSE હાજર રહીને ICDS વિભાગ દ્વારા ચાર મંગળવારમાં “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સગર્ભા માતાને પોષણ કીટ, ફ્રુટસ તેમજ માતૃશક્તિના ચાર પેકેટ આપીને સગર્ભાની સીમંત વિધિ ઉત્સાહભેર કરવામાં આવે છે. મહિનાનો પહેલો મંગળવાર એટલે કે આંગણવાડીમાં સર્વે સમુદાયની સગર્ભા અને ધાત્રી માતાઓ દ્વારા માસિક સુપોષણ સંવાદ દિવસની ઉજવણી, સગર્ભા માતાની સીમંત વિધિ કરીને માતાના આરોગ્ય અને પોષણ વિષયક સંવાદ દ્વારા માતાને સમજણ આપવામાં આવેલ. ધાત્રી માતાને બાળકનું મહત્વ અને ઉપરી આહારની સમજ આપવામાં આવેલ છે. બાળ ઉછેરની સાચી રીત કઈ છે તેની સમજણ આપવામાં આવેલ છે, માતાના જૂથમાં હકારાત્મક સંવાદ ઉકેલ અને એમનો અમલ કઈ રીતે કરવો તેની સમજ પણ સુપોષણ સવાદની ઉજવણી દ્વારા સગર્ભા તેમજ ધાત્રી માતાને આપવામાં આવે છે. આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા માતાને સાતમા મહિનામાં પ્રવેશ કરે ત્યારે તેમનું આંગણવાડીમાં સીમંત વિધિ કરવામાં આવે છે તેમજ તેમણે કેવો ખોરાક લેવો તેમજ સગર્ભાવસ્થા દરમિયાન શુ કાળજી રાખવી તેમની સમજ આપવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
