મહાબોધિ મહાવિહાર (બોધગયા) મુક્તિ આંદોલનના સમર્થનમાં બોટાદ બૌદ્ધ સમાજ અને ભંતે પથિક શ્રેષ્ઠીની આગેવાનીમાં આવેદનપત્ર
(રિપોર્ટર ચિંતન વાગડીયા)
મહાબોધિ બોધગયા મુક્તિ આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં તારીખ.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ ભારતીય બૌદ્ધ મહાસભા સમતા બુદ્ધ વિહાર બોટાદ બૌદ્ધ સમાજ, ઉપાસક,ઉપાસિકા,સંઘ બોટાદ દ્વારા સભા યોજી ત્યારબાદ ખર રોડ થી કલેક્ટર કચેરી સુધી શાંતિ પ્રિય પદયાત્રા નિકળી હતી ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી તે સ્થળ બિહાર રાજ્યમાં બોધગયા ખાતે આવેલ છે જે સમગ્ર વિશ્વના બુદ્ધિસ્ટ લોકોના પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત છે.આ મહાબોધિ બોધગયા સ્થળ છે જેની ગણના વિશ્વ ધરોહર તરીકે થાય છે.ત્યારે બી.ટી. એક્ટ ૧૯૪૯.રદ કરીને મહાવિહારનો કબ્જો બૌદ્ધોંને સોંપવા માટે બોટાદ જિલ્લા કલેકટરને બોટાદ બૌદ્ધ સમાજ દ્વારા માંગ કરાઈ છે.જિલ્લા કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન,મુખ્યમંત્રી, રાજ્યપાલ, આયોગના અધ્યક્ષ વગેરેને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.આ તકે બૌદ્ધ સમાજના ધર્મગુરુ ભંતે પથિક શ્રેષ્ઠી તેમજ સમતા બુદ્ધ વિહારનાં વ્યવસ્થાપક, બોધિરાજ બૌદ્ધ, પ્રતિભા બૌદ્ધ, સુમેધ તથાગત, પ્રભુભાઈ બૌદ્ધ, જયાબેન બૌદ્ધ,વિઠ્ઠલભાઈ મૌર્ય, જયેશ બૌદ્ધ, લક્ષ્મીબેન બથવાર, ભરતભાઇ,સરલ મોરી,જેરામભાઈ સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
