મારા આડા સબંધની મારી પત્નીને કેમ વાત કરી? કહી ક્ષૌર કર્મી યુવક પર હુમલો
કોઠારીયાના ગેટ સામે ક્ષૌર કર્મી યુવકને મારા આડા સબંધની મારા પત્નીને કેમ વાત કરી કહી દુકાન સંચાલક સહીતના શખ્સોએ ધોકાથી હુમલો કરતા આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે હુડકો ચોકડી પાસે સુખરામનગર શેરી નં.3માં રહેતા હાર્દીકભાઈ હરસુખભાઈ કોટડીયા (ઉ.22)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હીતેષ બકુલ રાઠોડ, કાર્તીક પટેલ અને ચિરાગ પટેલ નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે વાળંદ કામ કરી ગુજરાન ચલાવે છે અને હિતેષ રાઠોડની મેક-ઓવર નામની દુકાનમાં વાળંદ કામ કરે છે. ગઈરાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે કોઠારીયા ગામમાં ઓપેરા કોમ્પ્લેક્ષમાં આવેલ હીતેષની મેક-ઓવર નામની દુકાને હતો ત્યારે હીતેષ ધસી આવેલ અને બોલાચાલી કરતા તે દુકાનેથી નીકળી ગયેલ હતો.
બાદમાં કોઠારીયા ગામના ગેટ પાસે દ્વારકાધીશ હોટલ પાસે તે હતો ત્યારે હીતેષ રાઠોડ, કાર્તીક પટેલ, ચીરાગ પટેલ સહિતના શખ્સો ત્યાં ધસી આવેલ અને હીતેષ કહેવા લાગેલ કે કેમ મારા ઘરે મારા આડા સબંધ બાબતે વાત કરે છે તેમ કહી ગાળો આપી ત્રણેય શખ્સો લાકડાના ધોકા વડે માર મારવા લાગેલ હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.
વધુમાં ફરીયાદીએ ઉમેર્યું કે બે માસ પહેલા આરોપી હીતેષના આડા સબંધો બાબતે તેમના પત્નીને વાત કરેલ હતી જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
