“ગુજરાત નાં ત્રિદિવસીય પ્રવાસે વડાપ્રધાન શ્રી મોદીને સોમનાથ ખાતે પૂજન અર્ચન બાદ ભાવભીની વિદાય અપાઈ”(જીતેન્દ્ર ઠાકર)
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ખાતે ભગવાન સોમનાથના પૂજા-અર્ચન કર્યા બાદ તેમના આગળના પ્રવાસ માટે સાસણ જવાં રવાના થયાં ત્યારે તેમને મહાનુભાવો દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
સોમનાથ હેલિપેડ ખાતેથી વડાપ્રધાનશ્રીને ભાવસભર વિદાય આપવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાનશ્રી સાસણ ખાતે યોજાઈ રહેલ ‘વાઈલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ) થીમ આધારિત ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણીમાં સહભાગી થવા માટે રવાના થયા હતાં.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
