લોન નથી લીધી છતાં બાકી બોલે છે : સિબિલ સ્કોર બગડતા યુવકે નાગરિક બેંક સામે હાઇકોર્ટમાં અરજી કરી - At This Time

લોન નથી લીધી છતાં બાકી બોલે છે : સિબિલ સ્કોર બગડતા યુવકે નાગરિક બેંક સામે હાઇકોર્ટમાં અરજી કરી


રાજકોટમાં રહેતા પ્રવિણભાઈ મોહનભાઈ રાઠોડને નાગરિક બેંકની સેવાનો કડવો અનુભવ થયો છે. લોન નથી લીધી છતાં બેંકે તેમને નોટિસ આપી. પછી રજુઆત કરવા છતાં સિબિલ સ્કોર બગડતા યુવકે નાગરિક બેંક સામે હાઇકોર્ટમાં અરજી કરી છે.
આ સમગ્ર બનાવ અંગે ગંજીવાડા શેરી નં. 24માં રહેતા પ્રવિણભાઈએ જણાવ્યું કે, તેઓને વર્ષ 2019માં નાગરિક બેંકની એક નોટિસ મળે છે. જેમાં લોન બાકી છે ભરી દયો તે મુજબ સૂચનાઓ હોય, તેઓએ કોઈ લોન ન લીધી હોવાથી નોટિસ નજર અંદાજ કરી હતી. પણ ફરી બીજીવાર નોટિસ આવતા તેઓ બેંકે ગયા. જ્યાં બેંક અધિકારી - કર્મચારીને ભૂલ સમજાઈ હતી.
કોઈ હાઉસ લોનમાં 2 લાખ જેવી રકમ બાકી હતી.. હપ્તા ભરાતા નહોતા એટલે બેંકે લોનના જામીનદારને નોટિસ મોકલી હતી. જે જામીનદાર છે તેનું નામ પણ પ્રવિણ મોહન રાઠોડ હોવાથી, ગંજીવાળાના પ્રવીણભાઈને નોટિસ મળી હતી. બેંકે ભૂલ સુધારવા ખાત્રી આપી હતી.
આ પછી એકાદ વર્ષ પછી પ્રવીણભાઈને લોન લેવાની હોવાની કોઈ બેંકમાં એપ્લિકેશન કરેલી. પણ લોન કેન્સલ થઈ હતી. એનું કારણ જાણતા સિબિલ સ્કોર બગડેલો હોવાનું જાણવા મળેલ. સિબિલ સ્કોર બગડવા પાછળ નાગરિક બેંકની લોન જવાબદાર હોવાનું જાણવા મળતા પ્રવિણભાઈએ આરબીઆઈમાં ફરિયાદ કરી. જેથી નાગરિક બેંકે માફી માંગી હતી. આ પછી પ્રવિણભાઈને ફરી તાજેતરમાં લોન લેવી હોય, તેઓએ તપાસ કરાવતા હજુ પણ સિબિલ ખરાબ હતો.
જેથી તેઓ ફરી બેંકને રૂબરૂ મળતા બેંકે સુધારેલો 700થી ઊંચા ક્રમનો સિબિલ કાઢી રિપોર્ટ આપ્યો. હતો. જોકે પ્રવિણભાઈને વિશ્વાસ આવ્યો નહીં. તેઓએ પોતાની રીતે બે કલાક પછી સિબિલ સ્કોર કઢાવતા 400 આસપાસના ક્રમનો સિબિલ નીકળ્યો હતો. આ પછી તેઓએ વકીલની સલાહ લઈ એડવોકેટ મારફત હાઇકોર્ટમાં રાજકોટ નાગરિક બેંક વિરુદ્ધ અરજી કરી વળતર સહીતની માંગ કરી છે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image