ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા “NDPS અધિનિયમ, હેઝાર્ડવેસ્ટ ટ્રાન્સપોટેશન તથા પ્રોહિબીશન એક્સાઇઝ” અંતર્ગત અવેરનેસ સેમિનારનુ આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
ભરૂચ જીલ્લામાં મોટા ઔધોગિક એકમો આવેલ હોય જે પૈકી અંકલેશ્વર GIDC, પાનોલી GIDC, ઝઘડીયા GIDC, દહેજ GIDC, સાયખા વિગેરે ઔધોગીક વસાહતો આવેલ હોય જેમાં ઘણા નાના/મોટા કાર્માસ્યુટીકલ એકમોમાં બનતી ડ્રગ્સનું યોગ્ય મોનીટરીંગ કરી શકાય અને કોઇ નાર્કોટીક્સ સિન્થેટીક્સ ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધી નાર્કોટીક્સ ડ્રગ્સની બદી ઉપર અંકુશ લાવી શકાય/વોચ રાખી યોગ્ય કંટ્રોલ કરી શકાય તે હેતુથી અલગ-અલગ એજન્સીઓ એકબીજા સાથે સંકલન કરી સમાજ માંથી નાર્કોટીક્સના વ્યસનની બદી સંપુર્ણ દુર કરવાના હેતુથી તેમજ ઔધોગીક એકમો માંથી ઘણી વખત પર્યાવરણ અને સજીવ, સૃષ્ટિ માટે ખુબજ હાનિકારક હેઝાર્ડવેસ્ટ પડતર અવાવરૂ જગ્યાઓ ઉપર તેમજ ખાડી, કોતર, કેનાલ વિગેરેમાં ગુનાહિત માનસિકતા ધરાવતી ટોળકીઓ દ્રારા ગેર-કાયદેસર રીતે નિકાલ કરવાની પ્રવૃતિ કરવામાં આવે છે. આવી પ્રવૃતિ સદંતર બંધ થાય તે માટે તથા કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ વિગેરે પ્રોડક્ટના ખરીદ વેચાણ તથા હેરાફેરી ઉપર યોગ્ય મોનીટરીંગ કરવામાં આવે અને તેનો દુર-ઉપયોગ ના થાય તે બાબતે કંપની એસોશિયેશનના હોદ્દેદાર તથા કંપનીના વહીવટકર્તા/કર્મચારીઓમાં અવેરનેસ આવે તે માટે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી.ગૌરાંગ મકવાણા નાઓએ NCORD મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
આ સેમિનારમાં ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓ દ્વારા ગેર-કાયદેસર હેઝાર્ડવેસ્ટનો નિકાલ કરતી ગુનાહિત ટોળકી તથા પરોક્ષરીતે સામેલ નાના મોટા ઓધોગિક એકમોને આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ ના થાય તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સ ની બદી બાબતે તકેદારી રાખવા બાબત સુચના આપેલ તેમજ ભરૂચ જીલ્લામાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જેથી કંપનીના તમામ કર્મચારી ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરે અને કાયદાનુ પાલન કરે તે માટે ૩૧-માર્ચ સુધી અમલીકરણ માટેનો સમય આપવામાં આવેલ અને ત્યાર બાદ આ બાબતોનુ અમલીકરણ ન થાય તો પોલીસ દ્રારા સખતમા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે અંગે સુચના આપવામાં આવેલ તેમજ સેમિનારમાં હાજર અન્ય અધિકારી ડો.એમ.પી.નાકરાણી, ક્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ભરૂચ તથા વી.ડી.રાખોલીયા, GPCB અંક્લેશ્વર તથા વી.આર.પટેલ, ફોરેન્સીક અધિકારી તથા એમ.એન.પઠાણ, નશાબંધી અને આબકારી વિભાગ ભરૂચ નાઓએ સેમિનાર અનુરૂપ પોતાના મંત્વયો રજુ કરી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડેલ અને આ સેમિનારમાં હિમંતભાઇ સેલડીયા, પ્રમુખ અંકલેશ્વર ઇસ્ટ્રીઝ એશોસિયેશન તથા બી.એસ.પટેલ, પ્રમુખ પાનોલી ઇન્સ્ટ્રીઝ એશોસિયેશન તથા અશોકભાઇ પજવાણી, પ્રમુખ ઝઘડીયા ઇન્સ્ટ્રીઝ એશોસિયેશન તેમજ ઇન્ડસ્ટ્રીઝ હોદ્દેદારો/સભ્યો મળી આશરે ૧૫૦ જેટલા વ્યક્તિઓ હાજર રહેલ અને એ.એ.ચૌધરી, પો.ઇન્સ.SOG તથા આર.એચ.વાળા, પો.ઇન્સ.અંક્લેશ્વર GIDC તથા પી.કે.રાઠોડ, પો.સ.ઇ. ઝઘડીયા GIDC નાઓ સેમિનારમાં હાજર રહી સેમિનારનુ યોગ્ય સંચાનલ કરેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
