બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાયા હોય તોઓને ઓન ડ્યુટી એક્ષ્ઝામ વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ મદદ કરશે…
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાઈ તો તેને પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે આ માટે હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે.
એચએસસી/એસએસસી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઈન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિક સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઈન નં. ૦૨૬૪૨- ૨૨૩૦૮૪ તેમજ ૦૨૬૪૨ - ૨૨૩૩૦૩ ઉપર કોલ કરી મદદ લઈ શકશે. નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય હોય તો તેને ઓન ડ્યુટી એક્ષ્ઝામ વ્હીકલ દ્નારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ વિદ્યાર્થીને તમામ પ્રકારની મદદ પહોચાડશે.
વધુમાં, બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેશે. ફોન નં. ૦૨૬૪૨-૨૪૦૪૨૪ સવારે ૦૭:૦૦ કલાકથી રાત્રીના ૨૦:૦૦ કલાક સુધી સંપર્ક સાધી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
