**સંજેલીમાં ગૌવંશ કતલનો પર્દાફાશ: 10** **બિનવારસી પશુઓ અને ગૌમાંસનો જથ્થો મળ્યો, આરોપી સામે ગુનો દાખલ*
સંજેલી નગરમાં ગૌવંશ કતલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસને હાડકાની વખારની પાછળના ભાગે એક ખુલ્લા પ્લોટમાં 10 જેટલા બિનવારસી પશુઓ મળી આવ્યા. આ પશુઓને ટૂંકા દોરડાથી બાંધી રાખવામાં આવ્યા હતા. તેમને પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
સ્થળથી 300 મીટર દૂર એક ઓરડામાંથી ગૌવંશનું કતલ કરેલો માંસનો જથ્થો મળી આવ્યો. પોલીસે પશુ ડોક્ટરની હાજરીમાં આ જથ્થાના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. લેબ રિપોર્ટમાં આ ગૌમાંસ હોવાનું પુષ્ટિ થતાં આરોપી ખાટકીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પોલીસે સ્થળ પરથી 10 કિલો ચામડું જેની કિંમત રૂ.1000 અને બે શિંગડા જેની કિંમત રૂ.200 મળી કુલ રૂ.1200નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળી આવેલા 10 પશુઓની કિંમત રૂ.88,000 આંકવામાં આવી છે. તમામ પશુઓને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે ઇલ્યાસ ગુડાલા ઉર્ફે અલ્લુ ગુલામ ગુડાલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નગરમાં લાંબા સમયથી મટનની દુકાનો ખુલ્લેઆમ ચાલી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાની લોકોમાં ચર્ચા છે.
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે
