પરમ પૂજ્ય ભક્તશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું સફળ આયોજન - At This Time

પરમ પૂજ્ય ભક્તશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું સફળ આયોજન


પરમ પૂજ્ય ભક્તશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું સફળ આયોજન

ભાવનગર, 23 મી ફેબ્રુઆરી: શ્રી જલારામ મંદિર, આનંદનગર ખાતે પરમ પૂજ્ય ભક્તશ્રી જલારામ બાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિત્તે ભક્તિભાવપૂર્વક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જે શ્રદ્ધાળુઓ માટે ભક્તિમય અને સત્કર્મથી ભરપૂર સાબિત થયું.સાંજે 5:00 વાગ્યાથી શરૂ થયેલા ધૂન-ભજન-કીર્તન માં ભક્તજનોની મોટી સંખ્યા ઉમટી. ભજનોની મધુર તાલ-સંગીત સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય बनी ગયું. ભક્તોએ ભજન-કીર્તન દ્વારા પવિત્રતા અને શાંતિનો અનુભવ કર્યો.સાંજે 7:30 વાગ્યે ભક્તજનોએ પ્રસાદ વિતરણ નો લાભ લીધો. ભોજન પ્રસાદના આયોજનમાં સેવા ભાવિ ભક્તોએ સક્રિય ભાગ લીધો.
આ પ્રસંગે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતા મહા રક્તદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું, જે રેડ ક્રોસ બ્લડ બેંક ના સહયોગથી યોજાયું. इसमें મોટી સંખ્યામાં દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. 18 થી 65 વર્ષના રક્તદાતાઓએ રક્તદાન કરી જીવનદાયી કાર્ય કર્યું.
આ તમામ કાર્યક્રમો ભક્તિ, સમર્પણ અને સેવાભાવના ભાવથી પરિપૂર્ણ રહ્યા. આયોજક મંડળે ઉપસ્થિત તમામ ભક્તજનોનો આભાર માન્યો અને જલારામ બાપાના આશીર્વાદથી ભવિષ્યમાં વધુ સંમેલનો યોજવા પ્રેરણા વ્યક્ત કરી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image