ધી ધનસુરા પીપલ્સ કૉ.ઑ.બેંક લિ.આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ - At This Time

ધી ધનસુરા પીપલ્સ કૉ.ઑ.બેંક લિ.આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજે માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ


ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ધી ધનસુરા પ્રદેશ ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત, ધી ધનસુરા પીપલ્સ કૉ.ઑ.બેંક લિ.આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, ધનસુરા ખાતે આજે તા.૨૧/૦૨/૨૦૨૫ ને માતૃભાષા દિવસની ઉજવણી રોજ *"માતૃભાષા મહોત્સવ-૨૦૨૫"* અંતર્ગત *"વિશ્વ માતૃભાષા દિવસ"* ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત માનનીય મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માતૃભાષા મહોત્સવ - અંગેનો શુભેચ્છા વિડીયો બતાવીને કરી હતી.કાર્યક્રમ નિમિતે સંચાલક મંડળ ના પ્રમુખશ્રી રાજેન્દ્રકુમાર મહેતા,મંત્રીશ્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ અને મંડળના સર્વ હોદ્દેદારશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. કૉલેજના પ્રિ. ડૉ. પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટ, મુખ્ય વક્તાઓ ડૉ.મધુસૂદનભાઈ પટેલ, ડૉ.સી.આર.પટેલ અને સંયોજક એવા ડૉ. પારુલબેન સોની, કૉલેજનો સમગ્ર સ્ટાફ તથા કૉલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રિ. ડૉ.પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટે માતૃભાષાની જરૂરિયાત મા ના ગર્ભ માંથી બોલાતી ભાષા , મા ની સામે બોલી શકાય તે માતૃ ભાષા ,અંગ્રેજીનું આંધળું અનુકરણ, બાળકના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું મહત્વ વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય આપ્યું. મુખ્ય વક્તા ડૉ.મધુસૂદનભાઈ પટેલે ગુજરાતી લોકસાહિત્ય, લગ્ન ગીતો તેનો ભાવાનુવાદ , પ્રાચીન સાહિત્ય વિશે ખૂબ જ રસપ્રદ વક્તવ્યથી બધાને રસતરબોળ કરી દીધા હતાં. ડૉ.સી.આર.પટેલ માતૃભાષાનું મહત્વ વિશે, સંસ્કૃત સાહિત્ય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પ્રા .ડૉ.પારુલબેન સોનીએ કરી હતી. આ કાર્યક્રમમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા .ડૉ.નરેશસિંહ ચૌહાણે કર્યું હતું.આ કાર્યક્રમના અંતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવેલા *મારા હસ્તાક્ષર, મારી ભાષામાં* બેનરમાં સમગ્ર કૉલેજ પરિવાર, વક્તાઓ, વિદ્યાર્થીઓએ પોતાની સહી ગુજરાતીમાં કરી હતી. ધનસુરા પ્રદેશ એજયુકેશન સોસાયટી ના મંત્રી શ્રીના અવસાન નિમિત્તે તેઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માં આવી હતી


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image