નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહોબિશનના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ.રાઠોડ અને ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અવિનાશ હરીલાલ વસાવે હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ કોરાઇ ફળીયામાં પોતાના ઘરે હાજર છે. જેના આધારે પોલીસે ટીમ રવાના કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને નેત્રંગ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 8 મહિનાથી પ્રોહીબિશનના ગુનામાં ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
