ડેપો ઘરણ ટાણે સાપ કાઢ્યો એસ ટી તંત્ર ની મનમાની થી ત્રસ્ત ગામડા ઓ એક રૂટ શરૂ કરી બીજો બંધ કરી રીતસર ની રમત આદરી
એસ ટી તંત્ર ની મનમાની થી ત્રસ્ત ગામડા ઓ એક રૂટ શરૂ કરી બીજો બંધ કરી રીતસર ની રમત આદરી
દામનગર ગારીયાધાર ડેપો ઘરણ ટાણે સાપ કાઢ્યો લગ્નની સિઝન અને ગારીયાધાર રાજકોટ વહેલી પાંચ વાગ્યાની બસ છેલ્લા ત્રણ મહિનાથી બંધ શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે અનેક વખત રજૂઆત કરવી હોવા છતાં આ રૂટ ચાલુ કરવામાં આવતો નથી નાની વાવડી શાખપુર પાંચ તલાવડા નાના કણકોટ પાડરશીંગા દામનગર થી ઢસા સહિતના લોકોને વહેલા પાંચ વાગ્યે રાજકોટ તરફ જવા માટે આ બસ ઉત્તમ અને સારી સુવિધા હતી ટ્રાફિક મળતું હોવા છતાં અને આવક કરતો રૂટ હોવા છતાં પણ કંડક્ટરોની ઘટનું બાનુ બતાવીને આ રૂટ બંધ કરી દેવામાં આવે છે અને ગામડામાં બીજા રૂટમાં ખાલી બસ દોડાવવામાં આવે છે જેની રજૂઆત એસટી ડિવિઝનમાં ડીસી સાહેબ ને શાખપુર સરપંચ જસુભાઈ ખુમાણ દ્વારા પત્ર પાઠવીને આ બસ ગારીયાધાર રાજકોટ વહેલી તકે શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
