તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ૧૭ ગ્રામ સોનાની ની લક્કી કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ની ખોવાય ગયેલ જે રાજુલા પોલીસે ટેકનીકલ સોર્સના માધ્યમ થી શોધી પરત આપતી રાજુલા પોલીસ ટીમ
યોગેશ કાનાબાર
રાજુલા
તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ૧૭ ગ્રામ સોનાની ની લક્કી
કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ની ખોવાય ગયેલ જે રાજુલા પોલીસે ટેકનીકલ સોર્સના
માધ્યમ થી શોધી પરત આપતી રાજુલા પોલીસ ટીમ
મહે.ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલિકોને પરત કરવા તથા "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે હે.અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબ સાવરકુંડલા વિભાગ દ્રારા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે આજરોજ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ અરજદાર શ્રી કૌશિકભાઇ જીતુભાઇ આહિર રહે.મેઘાણી નગર અમદાવાદ વાળા રાજુલા પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓને જણાવેલ કે તેઓ નાની ખેરાળી તા. રાજુલા પોતાના કાકાના ઘરે આટો મારવા આવેલા હતા અને પોતાના ઘરે પરત અમદાવાદ જઇ રહીયા હતા ત્યારે નાની ખેરાળી ગામે થી મોટર સાઇકલમાં વાવેરા ગામ સુધી અને વાવેરા ગામે થી ટ્રકમાં રાજુલા બસ સ્ટેશન સુધી પહોચતામાં પોતાના હાથમાં પહેરેલ સોનાની લક્કી ૧૭ ગ્રામની જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ની ક્યાંક ખોવાય/પડી ગયેલ નું જણાવતા રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરા સાહેબનાઓ બનાવની સતર્કતા/ગંભીરતા સમજી જરૂરી સુચના અને માર્ગદર્શન આપી સર્વેલન્સ ટીમને CCTV કેમેરાઓ જોઇ તપાસ કરાવતા અજદાર ટ્રકમાં આવેલ જે ટ્રકને શોધી તપાસ કરતા કાંઇ સફળતા મળેલ નહી બાદ અરજદાર જે મોટર સાઇકલમાં વાવેરા ગામે પેટ્રોલ પંપ પાસે આવીને ઉતરી ઉભા રહેલ તે સ્થળે જઇ CCTV કેમેરાઓ જોઇ તપાસ /શોધ ખોળ કરતા ત્યાં પડી ગયેલ હોય જે મળી આવતા આ સોનાની લક્કી જેની કિ.રૂ.૧,૭૫,૦૦૦/- ની શોધી પરત આપી ખરા અર્થમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ સાર્થક કરેલ છે.
- કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
