રાજુલા ની આર.કે.સાયન્સ સ્કૂલ ખાતે સહુ પ્રથમવાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભ આરંભ થયો
રાજુલા ની આર.કે.સાયન્સ સ્કૂલ ખાતે સહુ પ્રથમવાર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભ આરંભ થયો
ગુ.મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભ આરંભ થયો અને આ વખતે રાજુલામાં જ પ્રેક્ટિકલ પરીક્ષાનું કેન્દ્ર મળતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા,
છતડીયા રોડ ઉપર આવેલ આર કે સાયન્સ સ્કૂલમા મળેલ કેન્દ્ર ખાતે આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી અને મીઠુ મોઢું કરાવીને પરીક્ષાની શુભકામના પાઠવી.
માનનીય જિલ્લા શિક્ષનાધિકારી શ્રી ગોહિલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જોનલ શ્રી નીખિલભાઈ વસાણી સાહેબ તેમજ કારિયા સાહેબ અને આશિષભાઇ જોશી દ્રારા તમામને પ્રોત્સાહન આપવામાં આવેલ.
આ વર્ષે રાજુલામાં જ સાયન્સના સેન્ટર મળતા આર કે સાયન્સ સ્કૂલના સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી કમલેશભાઈ હડિયાએ સમગ્ર રાજુલાના વિદ્યાર્થીઓ અને વાલીઓ વતી ગોહિલ સાહેબ અને સમગ્ર અમરેલી શૈક્ષણિક કચેરીનો આભાર વ્યક્ત કરેલ
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
