ઉના કોળી સમાજ ના યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટનાં અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીનાં રોજ લગ્ન જીવનની શરૂવાત કરી) - At This Time

ઉના કોળી સમાજ ના યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટનાં અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીનાં રોજ લગ્ન જીવનની શરૂવાત કરી)


ઉનાનાં યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા અને લોક ગાયિકા રાજલ બારોટ લગ્નગ્રંથિથી જોડાયા

(ઉના કોળી સમાજ ના યુવા અગ્રણી અલ્પેશ બાંભણિયા સાથે લોકગાયિકા રાજલ બારોટનાં અમદાવાદ ખાતે ચાર ફેબ્રુઆરીનાં રોજ લગ્ન જીવનની શરૂવાત કરી)

ગુજરાતમાં લોકગીત-સંગીતના વારસાને આગળ ધપાવવામાં મોખરે રહેલા સ્વ. મણિરાજ બારોટની પુત્રી રાજલ બારોટ આગામી ચાર ફેબ્રુઆરીના રોજ અલ્પેશ બાંભણિયા સાથે પ્રભુતામાં પગલાં પાડી પોતાના દાંપત્ય જીવનની શરૂવાત કરી,ગુજરાત રાજ્યમાં લોકગાયિકા તરીકે ઉભરી આવનાર પ્રખ્યાત લોકગાયક સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે વીસ મેના રોજ ધામધૂમથી ભાવિ પતિ જોડે સગાઈ કરી હતી. સ્વ.મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટને ગાયકીનું પ્રથમ શિક્ષણ તેના પિતાએ આપ્યું હતું. રાજલના પ્રથમ ગુરુ તેના પિતા છે. લોકડાયરામાં આજે રમઝટ જમાવનાર રાજલ બારોટના ભાવિ પતિ ઉનામાં યુવા નેતા અને સામાજિક,રાજકીય ક્ષેત્રે પણ મોટું નામ ધરાવે છે હાલ ઉના નગરપાલિકાના સહુથી વધુ મતે ચૂંટાયેલા સભ્ય અને કોળી સમાજના તાલુકા પ્રમુખ સાથે સમાજસેવકની પણ જવાબદારી વહન કરે છે તેમના ધર્મ પત્ની રાજલ બારોટે જુલાઈ 2006માં પહેલી વખત લોકગીતની પ્રસ્તુતિ આપી હતી.પિતાના વારસાને આગળ ધપાવી રાજલ આજે પોતાના લોકગીતોથી લોકોના મન ડોલાવી રહી છે પરિવારમાં ભાઈ તરીકેની જવાબદારી રાજલ બારોટે ઉઠાવી છે. ૩ બહેનોના લગ્ન બાદ પોતે ફેબ્રુઆરીમાં સાત ફેરા ફરી પોતાના સાસરે ઉના આવી પહોંચ્યા છે. અગાઉ બહેન મેઘલના લગ્નમાં કન્યાદાન કરી નવો ચીલો ચાતર્યો હતો. માતાપિતાની છત્રછાયા ગુમાવનાર રાજલે એકલપંથે બહેનોને મોટી કરી અને સાસરે વળાવી હતી. ભાઈ ન હોવાથી વર્ષોથી તેની બહેનો રાજલને રાખડી બાંધે છે. સાથે ઉનાના રાજકીય અને સામાજિક અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ દ્વારા પણ પોતાના લાડકવાયા દીકરાના અલ્પેશભાઈના લગ્ન સાદાઇથી કરી સમાજને નવી પ્રેરણા પૂરી પાડી નવી શરૂવાત કરી છે સમયના સાથે ખોટા વરઘોડા જેવા જાજરમાન ખર્ચથી બચવા સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું અને સાદગી થી લગ્ન પુર્ણ કરી ઉના આવી પહોંચ્યા હતા આ લગ્નમાં નામી અનામી કલાકારોનો,ઉધોગપતિઓ,રાજકીય લોકોનો જમાવડો જોવા મળ્યો હતો

રિપોર્ટર:-માવજી વાઢેર ઉના દીવ ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image