બોટાદ ખાતે જિલ્લા કક્ષાના કલા અને ખેલ મહાકુંભમાં શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું અને ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી પ્રા.વિદ્યાલયના 6 વિદ્યાર્થીઓ એ અલગ-અલગ સ્પર્ધામાં વિવિધ નંબરો પ્રાપ્ત કરેલ છે જેમાં કલા મહાકુંભમાં મોરી રુદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ એ દુહા-છંદ-
ચોપાઈમાં પ્રથમ નંબર, શાહ ધર્મી સંજયભાઈ એ ચિત્રકલામાં પ્રથમ નંબર, પરમાર યશ્વી સંજયભાઈ એ સર્જનાત્મક કારીગરીમાં દ્વિતીય નંબર, રાઠોડ માનવી બકુલભાઈ એ લોકવાર્તામાં દ્વિતીય નંબર, પરમાર સૃષ્ટિ શૈલેષભાઈ એ વકતૃત્વમાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે.
તેમજ ખેલ મહાકુંભમાં પીઠવા માનવ મનિષભાઈ એ સ્કેટિંગમાં ચતુર્થ નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
