ભગતસિંહ ગાર્ડન અને પ્રજાપતી ચોક પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 2.73 લાખનો શરાબ મળ્યો
પોલીસની ટીમ બુટલેગરો પર ત્રાટકી હોય તેમ ભગતસિંહ ગાર્ડન અને પ્રજાપતિ ચોક પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો.. કુલ 456 દારૂની બોટલ સાથે રૂ।.9.84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ભગવતીપરાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જયારે નાસી છુટેલા મનહપુરના શખ્સની શોધખોળ આદરી હતી.દરોડાની વિગત મુજબ યુનિ. પોલીસ મથકના એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વિ.જી.ડોડીયા અને ત્રીજી પેટ્રોલીંગમાં હતી
ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલસિંહ જાડેજા, અને દિવ્યરાજસિંહ સરવૈયાને ભગતસિંહ ગાર્ડન પાસે અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો પડયો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દારૂની 168 બોટલ કબ્જે કરી હતી.જયારે દારૂના જથ્થા નજીક કારમાં બેસેલ અંકિત ઉર્ફે જોગી રાજેશ જોણી અને ધર્માંગ ઉર્ફે પ્રિન્સ પરેશ સોલંકી (રહે.બંન્ને ભગવતીપરા, રાજલક્ષ્મી સોસાયટી પાસે વિનાયક એપાર્ટમેન્ટ)ને પકડી પાડી દારૂ અને કાર સહીત રૂ।.7.94 લાખનો મુદ્દામાલ પકડી વધુ તપાસ માટે આરોપીના રીમાન્ડ મેળવવા તજવિજ આદરી હતી.
જયારે બીજા દરોડામાં યુનિ.પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિરદેવસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોવા અને મહિપાલસિંહ જાડેજાને મળેલી ચોકકસ બાતમીના આધારે યોગરાજ નગર પ્રજાપતિ ચૉક પાસે અવાવરૂ જગ્યામાં પડેલ દારૂની 288 બોટલ રૂ।.1.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જયારે દારૂનો જથ્થો ઉતારનાર વિનય ઉર્ફે ભૂરો રાજેશ ઉકેડીયા (રહે.મનહરપુર-1) પોલીસને જોઈ નાસી છુટતા તેની શોધખોળ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
