શિહોર શહેરમાં સત્તાધીશો ના પાપે 47 કરોડની ગ્રાન્ટ છતા લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી
સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના નામે લોકો ને છેતરવામાં આવ્યા છે. મીડિયામાં મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે અને સત્તાધીશો એનાથી અજાણ હોય એવું બને નહીં. સિહોર શહેરમાં વર્ષ ૨૦૧૫માં આશરે ૪૭ કરોડનો ગટરનો પ્રોજેકટ કાગળ પર પુર્ણ કરવામાં આવેલ. ત્યારબાદ ૨૦૧૭માં ગટરની મરામત અને નિભાવણી નું સર્ટિફિકેટ પણ કંપની ને અપાઈ ગાયેલ અને તેની ચુકવણી પણ પુરી થઈ ગયેલ. તા. ૧૬/૦૨/૨૦૧૯ની સામાન્ય સભામાં ખુદ ભાજપના જ કોર્પોરેટર દીપશંગભાઈ રાઠોડે આ ગટરનું અનેક જગ્યાએ કામ બાકી હોવાનું અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોય વિજિલન્સ તપાસની માંગણી કરેલ જે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આવા ભ્રષ્ટ સત્તાધીશો ના પાપે સિહોર અસ્વચ્છ રહી જવા પામ્યું છે. તાજેતર માં રેલવે એ પણ સિહોર નગરપાલિકા ને ગટરનું પાણી ભરવા અંગે નોટિસ ફાળવેલ. પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરીએ જણાવ્યું છે કે જો સિહોર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાશન આવશે તો આ તમામ કૌભાંડ ની ઊંડી તપાસ થશે અને દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને સિહોર ના લોકો હાલ જે હાલાકી ભોગવી રહયા છે એ દૂર કરવામાં આવશે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
