“પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. ૨૦૨૫” માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ નાટકો સતત ચાર દિવસ સુધી ભજવાયા પાંચ નાટકોના ચાર દિવસ સુધી ૧૮૫ થી વધુ નાટ્ય પ્રયોગ થયા, હજારોની સંખ્યામાં લોકોએ નાટકો નિહાળ્યા.
"પતંજલિ સ્કૂલ્સના એજ્યુકેશન ફેસ્ટ. ૨૦૨૫" માં ધ્યાનમ પ્રોડક્શન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાંચ નાટકો સતત ચાર દિવસ સુધી ભજવાયા
પાંચ નાટકોના ચાર દિવસ સુધી ૧૮૫ થી વધુ નાટ્ય પ્રયોગ થયા, હજારોની સંખ્યામાં લોકોએ નાટકો નિહાળ્યા.
રાજકોટ અવલોકનની અનુભૂતિ કરાવવાના વિચાર સાથે પતંજલિ સ્કૂલ્સના અનુભવી શિક્ષકોના માર્ગદર્શન સાથે પતંજલિ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ જ્ઞાન-વિજ્ઞાનની નવી શોધખોળ કરે, આધુનિકતાને અપનાવી સાયબર ક્રાઈમથી લોકોને સાવચેત કરે, ભૂગોળને માપવા અને ખગોળના રહસ્યોને પામે, ભારતની ગાથા નિહાળતા બાળપણની સ્મૃતિ કરાવતા, રોબોટની સાથે રહીને પણ ગણિતના અવનવા કોયડા ઉકેલી અવનવી કળાઓને પ્રસ્તુત કરવા, શહીદો પ્રત્યેના સન્માનને વ્યકત કરવા, રાષ્ટ્રપ્રેમ અભિવ્યકત કરવા માટે રાજકોટ ખાતે "પતંજલિ એજ્યુકેશન ફેસ્ટિવલ - ૨૦૨૫" નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ૪ દિવસીય કાર્યક્રમમાં "ધ્યાનમ પ્રોડક્શન્સ" દ્વારા પતંજલિ સ્કૂલના વિદ્યાર્થીઓને પાંચ નાટકો તૈયાર કરાવવામાં આવ્યા હતા. જેમાં સૈનિકો પ્રત્યે દેશના એક નાગરિક તરીકેની ફરજ દર્શાવતું નાટક "ભારત કે વીર"નાં ૩૫ નાટ્ય પ્રયોગ, વર્તમાન સમયમાં જેની દરેક જગ્યાએ ચર્ચા થાય છે તેવા વિષય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સમજ આપતું નાટક "વન્ડર્સ ઓફ એ.આઇ(wonders of AI) નાં ૫૦ નાટ્ય પ્રયોગ, ભારત વર્તમાન સમયમાં આત્મનિર્ભર બની રહ્યું છે અને પ્રગતિ કરી રહ્યું છે તે દર્શાવતું નાટક "આત્મનિર્ભર ભારત" નાં ૪૦ નાટ્ય પ્રયોગ, જોઇન્ટ ફેમિલી અને ભારતીય કુટુંબ વ્યવસ્થાનું મહત્વ સમજાવતું નાટક "પરિવર્તન" નાં ૩૦ થી વધુ નાટ્ય પ્રયોગ તેમજ ભારતીય કૃષિ અને ખોરાક વિશેની સમજ આપતું નાટક "હેલ્થ, હેન્ડ્સ અને હાર્વેસ્ટ" નાં પણ ૩૦ થી વધુ નાટ્ય પ્રયોગ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પૂરા ઉત્સાહ સાથે એક દિવસમાં વારંવાર નવી ઓડિયન્સ સામે નાટ્ય પ્રયોગ કર્યા હતા. હજારોની સંખ્યામાં લોકોએ તમામ નાટકો નિહાળ્યા હતા. આ પાંચ નાટકો રાજકોટના લેખક કામ્યા ગોપલાણી દ્વારા લખવામાં આવ્યા હતા. આ નાટકોનું દિગ્દર્શન રાજકોટનાં લોકપ્રિય નાટ્ય કલાકાર, ડિરેક્ટર, "ધ્યાનમ પ્રોડક્શન્સ"નાં ચેતન ટાંક અને તેમની ટીમના સભ્યો ધ્વનિ ગાંધી, ઉર્વશી પાનખનિયા, કામ્યા ગોપલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. નાટકનાં એક ટેકનિકલ પાસા નાટકમાં સ્ક્રીન પ્રેઝન્સ માટે વિડીયો એડિટીંગ ટીશા મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અને સંકલન માટે "ધ્યાનમ પ્રોડક્શન્સ" નાં રાજવીર રાઠોડની મદદ મળી હતી. પતંજલિ સ્કૂલની સમગ્ર ટીચર્સ ટીમનો ખૂબ જ સારો સહયોગ તેમજ સ્કૂલના પ્રિન્સિપલ સર વિનોદ કાછડીયા સરનું જરૂરી માર્ગદર્શન મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે "ધ્યાનમ પ્રોડક્શન્સ" કલાના વિવિધ પાસાઓ જેવા કે એક્ટિંગ, ડાયરેકશન, મ્યુઝિક, ડાન્સ, સ્ટેજ મેકિંગ, શૂટિંગ વગેરે સાથે મુખ્યત્વે ડ્રામા પ્રોડક્શન અને ફિલ્મ મેકિંગ કરી રહ્યું છે. ધ્યાનમ પ્રોડક્શન્સનો હેતુ મુખ્યત્વે નવા કલાકારોને પ્રોત્સાહન આપવું તેમજ કલાના ક્ષેત્રે તેમને અગ્રેસર કરવા તેવો છે. "ધ્યાનમ પ્રોડક્શન્સ" દ્વારા સમાજ માટે લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
