મહાકુંભ મેળામાં આગની 15 તસવીરો:લાખો રૂપિયાની નોટો બળી ગઈ; રેલવે બ્રિજ નીચે આગ લાગી, ઉપરથી ટ્રેન પસાર થઈ
રવિવારે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભીષણ આગમાં 50 થી વધુ ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા. ટેન્ટમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે આગની જ્વાળાઓ રેલવે બ્રિજ કરતાં પણ ઉંચી હતી. આ દરમિયાન પુલ પરથી એક ટ્રેન પણ પસાર થઈ હતી. આગમાં તંબુઓમાં રાખેલી લાખો રૂપિયાની નોટો બળીને ખાખ થઈ ગઈ હતી. લોકોએ જણાવ્યું કે અડધો કલાક સુધી ફટાકડા ફૂટવા જેવો અવાજ આવતો રહ્યો. જુઓ આગની 15 તસવીરો... ડ્રોનથી લેવામાં આવેલી પ્રથમ તસવીરો... હવે જ્વાળાઓ જુઓ ... પ્રયાગવાલ અને ગીતા પ્રેસ કેમ્પ સંપૂર્ણપણે બળી ગયા ટ્રેનમાંથી લીધેલી તસવીરો... તંબુઓમાંથી બહાર કાઢવામાં આવેલી વસ્તુઓ... આ પણ વાંચો... મહાકુંભમાં આગ, 50થી વધુ ટેન્ટ સળગ્યા: ધડાધડ સિલિન્ડર બ્લાસ્ટ થયાં; આગની જ્વાળા વચ્ચેથી ટ્રેન પસાર થઈ, સંન્યાસીના 1 લાખ રૂપિયા ખાખ પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં સાંજે લગભગ 4:30 વાગ્યે આગ લાગી હતી. આ આગ સેક્ટર 19માં શાસ્ત્રી બ્રિજ પાસે ગીતા પ્રેસ કેમ્પમાં લાગી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, રસોઈ બનાવતી વખતે સિલિન્ડર ફાટ્યો હતો. આ પછી ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થયા. આગ બુઝાવવા માટે 12 ફાયર બ્રિગેડ મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો. આગમાં 50 તંબુ બળી ગયા હતા. એક સંન્યાસીની એક લાખ રૂપિયાની નોટો પણ બળી ગઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો... .વાંચો પૂરા સમાચાર...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
