મકરસંક્રાંતિને ગણતરી દિવસો બાકી છે ત્યારે શહેરના પતંગ બજારો સજ્જ ઉત્તરાયણનો ધમધમાટ : દોરીના ભાવ 10 ટકા જ્યારે પતંગો 15 ટકા મોંઘી છતાં બજારમાં ભીડ બજારમાં 6 ઈંચ થી લઇને 6 ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ - At This Time

મકરસંક્રાંતિને ગણતરી દિવસો બાકી છે ત્યારે શહેરના પતંગ બજારો સજ્જ ઉત્તરાયણનો ધમધમાટ : દોરીના ભાવ 10 ટકા જ્યારે પતંગો 15 ટકા મોંઘી છતાં બજારમાં ભીડ બજારમાં 6 ઈંચ થી લઇને 6 ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ


મકરસંક્રાંતિને ગણતરી દિવસો બાકી છે ત્યારે શહેરના પતંગ બજારો સજ્જ

ઉત્તરાયણનો ધમધમાટ : દોરીના ભાવ 10 ટકા જ્યારે પતંગો 15 ટકા મોંઘી છતાં બજારમાં ભીડ

બજારમાં 6 ઈંચ થી લઇને 6 ફૂટ સુધીની પતંગ ઉપલબ્ધ

બાલાસિનોર
બાલાસિનોર નગર વિસ્તારમાં આગામી 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વ આવી રહ્યો છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે બાલાસિનોર શહેરમાં ઉતરાયણ પર્વની ઉજવણી માટેનો થનગનાટ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે. શહેરના પતંગ બજારો સજ્જ થઈ ગયા છે.પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રજપૂરી દરવાજા,થી બસ સ્ટેશન ના માર્ગ ઉપર અને બજારોમાં નાના મોટા વેપારી પતંગોના સ્ટોલ, દુકાનો જોવા મળી રહ્યાં છે જ્યાં વિવિધ પ્રકારની પતંગો, તૈયાર દોરીની રીલ, ફિરકા, ખાલી ચરખા, ચશ્મા, ટોપી તથા દેશી ગુબ્બારા વિગેરે જેવા મળી રહ્યા છે. પતંગ બજારમાં આ વર્ષે છ ઇંચથી પતંગથી માડીને છ ફૂટ સુધીની પતંગો જોવા મળી રહી છે.બીજી તરફ શહેરમાં માંજા રીલ સેન્ટરો પર દૌરી સૂતવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં દોરી સૂતાવવા રીતસરનું વેઈટીંગ જોવા મળી રહ્યું છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ તથા દોરીના ભાવમાં વધારો હોવા છતાં પણ શહેરના પતંગ રસિયાઓમા ઉતરાયણ પર્વને માણવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે.શાળાઓમા તા. 12 થી 15જાન્યુઆરી સુધીની રજાઓને કારણે મિનિ વેકેશન પડશે જેના કારણે રવિવારે પતંગ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટે તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક તથા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.

બોક્સ:-
રવિવારે ખરીદી કરવા લોકો ઉમટી પડશે
ભાવવધારાની અસર શહેરના પતંગ રસિયાઓને અસર નહીં કરી શકે. બજારમાં ખરીદી માટે પતંગરસિયાઓ ની ભીડ હવે ઉમટી રહી છે અને રવિવારે લોકોની ઘરાકી નિકળવાની આશાએ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.
વેપારી:- મહેરા સુનીલભાઈ

ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.