કોળી સમાજ ના ઇષ્ટ દૈવ શ્રી માંધાતા નો પ્રાસંગિક લેખ પ્રસ્તુત ડો ઈશ્વરભાઈ ભરડા ડાયરેક્ટર ડો વી આર ગોઢાણીયા બી, એડ કોલેજ,ખીજડી પ્લોટ પોરબંદર
ગોસા(ઘેડ):ગૂજરાત સહિત સમગ્ર દેશમાં પ્રતિવર્ષ કોળી સમાજ ના ઇષ્ટ દૈવ શ્રી માંધાતાનો મકર સંક્રાંતિના દિવસે જન્મ થયો હતો, આથી આ દિવસે એટલેકે તા.૧૪ મી જાન્યુઆરીના રોજ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ની ગૂજરાત સહીત સમગ્ર દેશમાં આ દિને આસ્થાભેર ઉજવણીકરવામાં આવે છે.ત્યારે પોરબંદર ના લેખક ડો ઈશ્વર ભાઈ ભરડા લિખિત આ પ્રાસગિક લેખ અત્રે પ્રસ્તુત કરેલ છે
મહારાજા ઈક્ષવાકુ સમગ્ર પૃથ્વીના અધિપતિ હતાં તે સમયે પૃથ્વીપર સતયુગ પૂરો થવામાં અને ત્રેતા યુગ શરુ થવામાં હતો. આ સમય માં પ્રથ્વી પર માનવ વસવાટ માં વધારો થતા રાજકીય વહીવટી સરળતા ખાતર મહારાજા ઇકશ્વા કુ એ સમગ્ર પૃથ્વીને નવ રાજકીય ગણતંત્ર રાજ્યોમાં વિભાજિત કરી હતી ઇક્ષવાંકુ દ્વારા .નવ ભાગમાં વિભાજીત થયેલ પૃથ્વીનો” નવખંદ ધરતી “તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નવ ખંડ ધરતી પર દરેક ખંડ ના વહીવટ માટે મહારાજા ઇક્ષાવાંકુ એ તેમના વારસાદારોની નિમણુંક કરી હતી આ વારસ દારોને “રાજા “ ની ઉપાધિ આપી હતી, એટલેકે “દૈવ યુગ “, એવો “સતયુગ “ પૂરો થયો હતો અને” રાજા યુગ” એવો” ત્રેતાયુગ “ ચાલી રહ્યો હતો
અખંડ હિન્દુસ્તાન માં અન્ય રાજાઓની સાથે સાથે ઇકશ્વાકુના “કોલીય “વંશના રાજાઓ પણ રાજ કરતા હતાં. પૌરાણિક કથાનુસાર “સૂર્ય વંશીક્ષત્રિય “ ના વંશજોની વંસાવલી (પેઢીમાં )માં મહા રાજા ઇક્ષાવકુ ને પ્રથમ વંશજ (પ્રથમ પેઢી ) માનવામાં આવે છે. મહારાજા ઈક્ષવાંકુ સૂર્ય વંશી ક્ષત્રિય વંશની સત્તર મી પેઢીમાં” યુવનાશ્વ “ નો જન્મ થયો હતો. રાજા “યુવનાશ્વ “ હિન્દુસ્થાન ખંડના અયોધ્યા રાજ્યમાં રાજ કરતા હતાં યુવ નાશ્વ રાજાની ધર્મ પત્નીનું નામ ગૌરીદેવી હતું. મહારાજા યુવનાશ્વ અને મહારાણી ગૌરી દેવી ને કોઈ સંતાન ન હતું.વંશજ (સંતાન ) પ્રાપ્તિ માટે યુવનાશ્વ રાજા એ રાજ્યના ઋષિ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો.
યજ્ઞ ની પ્રસાદી રૂપે મંત્રેલા પાણી થી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજાના શયન ખંડમાં મુકાવ્યો હતો. આ મંત્રેલ પાણી વહેલી સવારેના મહારાણીને પીવડાવવા ઋષિએ રાજાને જણાવ્યું હતું. સંજોગોવસાત રાત્રીના સમયે રાજાને તરસ લાગતા તે પાણી પીવા ઉભા થયા, ઊંઘમાં પાણી મહારાજા યુવનાશ્વ પી ગયા સમયાંતરે રાજાનું પેટ ચીરી ને એક બાળક બહાર લાવવામાં આવ્યો, ખગોલ શાસ્ત્ર મુજબ આ દિવસે “મકર સંક્રાંતિ “ હતી. દેવરાજ ઇન્દ્ર ને આ વાતની જાણ થતા તેઓ બાળકને જોવા આવ્યા. દેવરાજ ઇન્દ્ર એ બાળકની ખાવા પીવાની બાબતે સવાલ જવાબ નું નિરાકરણ લાવવા બાળકનો અંગુઠો બાળકના મોમાં મૂકી ને કહ્યું “ માં દયાસ્તી “( માં ધવડાવે છે ) “માં દયાસ્તિ “ ઉપરથી આ બાળક નું નામ” માંધાતા” રાખવામાં આવ્યું હતું. ખગોળ શાસ્ત્રની ગણતરી મુજબ મકર સ્ક્રાંતિ ના શુભ દિવસે માંધાતા નો જન્મ થયો હતો” સૂર્ય વંશી ક્ષત્રિય” ના કુલ એટલે કે વંશની ઘણી બધી શાખાઓ પૈકી એક શાખા “ કૌલ “ શાખા છે. કુલવાન કે કોલીય નામ થી પણ ઓળખવામાં આવે છે
માનવ સભ્યતાની આ કૌલ શાખા ને પાશુપતોની પંચથિકા શાખા કહેવામાં આવે છે. કૌલવંશની આ શાખા કૌલ સપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન સંકૃતિના આ કૌલ સપ્રદાયના માણસો જેતે સમય થી જ શિવ શક્તિની ઉપાસના કરતા આવ્યા છે.કૌલ, કુલવાન કે કોલીય વંશ પહેલે થીજ શિવ શક્તિ ઉપાસક છે, શિવ શક્તિ ઉપાસક એવા કુલવાન વંશ -કૌલ, કૌલીય વંશમાં મહા પ્રતાપી -મહામાનવ – શ્રી માંધાતા મહારાજાનો જન્મ થયો હતો, સૂર્ય વંશી ક્ષત્રિય કુલવાન કુલ માં જન્મેલા મહારાજા માંધાતા ને ઇંદ્રએ દંડ યુદ્ધ કલા અને રાજનૈતિક શિક્ષણ આપ્યું હતું, ઇન્દ્ર એ માંધાતા ને તૂટે નહિ તેવું ધનુષ્ય પણ આપ્યું હતું. દેવરાજ ઇન્દ્ર દ્વારા મળેલ ઉચ્ચ શિક્ષણના માધ્યમથી તથા પોતાની તાકાત અને પરાક્રમ થી કોલીય રાજા માંધાતાએ પૃથ્વી પર ના બધા રાજાઓને પરાજિત કર્યા હતાં જેથી તેમને મહાન કોલીય રાજાનું બિરુદ મળ્યું હતું.રાજા માંધાતા એ સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં પથ્થર યુગની મોહેજો -દડો – સંસ્કૃતિનો શિસ્ત બદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યોં હતો એટલે કે આ સમયે મહા માનવ શ્રી માંધાતા મહારાજા નવ ખંડ ધરતી પર સુ શાસન કરી રહ્યા હતાં. રાજા માંધાતા એ પ્રતિષઢાન પૂર જીતી લીધા બાદ ત્યાના” તક્ષક નાગવંશ “ના રાજાની નાગકન્યા સાથે લગ્ન કર્યા હતાં.કોલીય રાજા માંધાતા અને નાગ કન્યા થી ઉત્પ્ન્ન થયેલ વંશજ પ્રતિષઢાન પૂર (કાશી ) માં” નાગવંશીય કોલીય “ ના નામે રાજ કરતા હતાં એક સમયે અજેય યોદ્ધા માંધાતાએ લવણાસૂર રાક્ષસ ના રાજ્ય પર ચડાઈ કરી હતી માંધાતા ને પરાજ્ય કરી શકાય તેમ નથી તેવું જાણનાર લવણાસૂર રાક્ષસે ચાલાકી કરી પોતાના જાસૂસ માંધાતાના લશ્કરમાં ગોઠવી દીધા. તક મળતા આ જાસુસો એ છળ કપટ થી રાજા માંધાતાનો વધ કર્યોં હતો આ દિવસ દેવશયની અથવા વૃરૂધની એકા દશીનો હતો ડો કરમણ ભાઈ (રા ઘુ નંદન )) લિખિત “સમાજ દર્પણ “” નામના કોળી ગ્રન્થ મુજબ દૈવ શયની અથવા વરૂધની એકાદશી (હાલની અષાઢ સુદ અગિયારસ ) માંધાતા વીર ગતિ દિવસ છે માંધાતા પરિવારની માહિતી જોઈએ તો માતાનું નામ ગૌરી દેવી પિતાનું નામ યુવાનાશ્વ, પત્નીનું નામ બિંદુ મતિ -નર્મદા (નાગ કન્યા ) અને વસુંધરા, દીકરાઓના નામ અબરીશ – પુરુકુંત્સ અને મૂચું કંદ હતાં તથા દીકરીઓના લગ્ન સૌરભ ઋષિ સાથે થયા હતાં માંધાતા મહારાજ ના રાજ ગુરુ ભોમજોની રાવલ દૈવ તથા કુળ દેવી ચંડી ચા મુંડા માતાજી હતાં લવણાસૂર ના છળ કપટ થી વીર ગતિ પામેલા માંધાતા બાદ કોલીય નાગવંશ માં માંધાતા ના મોટા પુત્ર “અબરીશ “બાદ” કોલીય વંશ “ માં કોઈ શક્તિ શાળી વંશજ થયો નહિ આમ કોલીય વંશના નબળા શાસનના કારણે કોલીય વંશ ના સાશન ની પડતી થઇ આ વર્ણન બારોટ ના ચોપડા તથા ભવાઈ કરનાર ભવૈયાના ખેલ માં પણ જોવા મળે છે દાનવીર કોલીય રાજા માંધાતા એ સમગ્ર પૃથ્વી અન્ય રાજવીરો ને દાનમાં આપી દીધાની યાદમાં આજે પણ કોળી સમાજમાં મકરસંક્રાંતિ ના દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા છે કોલીય રાજા માંધાતાના વંશજો એવા કોળી સમાજના લોકો ક્યારેય ભીખ માંગતા નથી પરંતુ માત્ર દાન જ આપે છે, કોળી સમાજના ઘરેથી કોઈ પણ યાચક આજે પણ ખાલી હાથે પાછો જતો નથી, કોળી સમાજ ના લોકો પાસે જે પણ સાધન સંપતિ હોઈ તેમાંથી યથાશક્તિ પ્રમાણે યાચકોને અવશ્ય આપે છે. કોળી સમાજની આ દાન ની પરંપરાને કારણે આજે પણ કોળની વસ્તી થી છલોછલ ગામડાઓમા મકરસક્રાંતિ ના પુણ્ય પર્વ ના દિવસે યાચકો કોળી લોકોના ઘરે દાન લેવા લાઇન લાગે છે થોડામાંથી પણ થોડું આપવા ના સુખની ધન્યતા ધરાવે છે માંધાતા વંશજ કોળી સમાજ માંધાતા “કોળી સંસ્કૃતિ “ ની વધુ એક ઝલક જોઈને તો ઉતરા ખંડ ના ઉખી મઠ અને મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી ના કિનારે જે ટાપુપર “ઓમકારેશ્વર જ્યોત્રીતિર્લિંગ “ નામ થી ભગવાન ભોળાનાથ બિરાજમાન છે. માધ્યપ્રદેશ નો ટાપુ આજે પણ “માંધાતા ટાપુ “ નામ થી ઓળખાય છે. મહાન ચક્રવર્તી કોલીય રાજા માંધાતા નો વૈભવી રાજ મહેલ “માંધાતા મંદિર “તરીકે “માંધાતા ટાપુ “ પર આજે પણ જોવા મળે છે, ગૂજરાત ના ત્રણેતરમાં માંધાતા એ ત્રિનેત્રેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી કોલીય વશના ઇષ્ટ દૈવ શ્રી માંધાતા મહારાજ ના દર્શન કરા વતી માહિતી મેળવવા માટે પણ બધા સાહિત્ય અને સ્થળ આજ પણ ઉપલબ્ધ છે, વંશ પરંપરગત કહેવામાં આવતી મૌખિક માહિતી મુજબ કોલીય વંશના વડીલો કહેતા કે આપણે માંધાતા વંશજ છીએ અને માંધાતા આપણા ઇસ્ટ દૈવ છે, પૌરાણિક ગ્રન્થો માં માંધાતા ની માહિતી વાંચી શકાય છે, માંધાતા અવદાન કુશીનગર નો ઇતિહાસ જેવા ઘણા બધા બૌદ્ધ કાલીન પાલી ભાષાના સાહિત્યમાં પણ કોલીય વંશ ના ઇષ્ટ દૈવ માંધાતા મહારાજ વિશે માહિતી વાંચી શકાય છે હાલના સમયમાં ગુજરાતી, હિન્દી ભાષામાં લખાયેલ કોલીય વંશ ના ઐતિહાસિક સાહિત્ય માં પણ માંધાતા કોલીય વંશ અંગે માહિતી જાણી શકાય છે, સામાજિક સ્તર પર સંશોધન કરનાર કોળી સમાજના અને અન્ય સમાજના મહાનુભાવોએ શ્રી માંધાતા કોલીય વંશ અંગે સાબિતી પોતાના એમ, ફિલ. અને પી એચ ડી. મહા નિબંધમાં લખીને સરકારમાં જમા કરાવેલ છે પોરબંદરના ઘેડ વિસ્તારના કોળી સમાજના એક મહાનુભાવ પુરાતત્વ વિભાગના ઉપ પ્રમુખ સ્વ, શ્રી રામસી ભાઈ રાજાભાઈ ગરેજા શ્રી માંધાતા મહારાજની પુરાત્તવીય માહિતી સમાજને આપી છે કોળી સમાજના શ્રી સ્વ. રામસીભાઇ રાજાભાઈ ગરેજા (માધવપુરઘેડ ) એ પણ પોતાના પુસ્તક માં માંધાતાની મહાનતા લખી છે. સૌથી વધુ આધાર ભૂત માહિતી ડો કરમણભાઈ ચૌહાણ ઉર્ફે રાઘુ નંદન લિખિત કોળી સમાજ સાહિત્ય માં પણ મળે છે. ડો.કરમણભાઈ ચૌહાણ ઉર્ફે રાઘું નંદન એ ભારત ભરમાં ભ્રમણ કરી સમાજ દર્પણ, વીરાંગના ઝલકારી બાઈ કોળી, કોળી સિંહ,તાનાજી માલુસર, રે, કોળી વીર વેગડાજી ભીલ, હા ભાઈ અમે નળ કાંઠાના કોળી, રાષ્ટ્ર્ર નાથ શ્રી રામનાથ, કોળી શહીદ કથાઓ કોળી નારી શક્તિ, ભગત શ્રી લંક્ષ્મણ દાદા, ભૂતનાથનો ભૂતકાળ જેવું કોળી સમાજ સાહિત્ય લખીને ડો કરમણ ભાઈ ચૌહાણ (અમદાવાદ ) ઉર્ફે રાઘુ નંદન ને સામાજિક ગૌરવ સાથે સામાજિક એકતા નો પ્રયાસ અભિનંદન ને પાત્ર છે ડો કરમણ ભાઈ ચૌહાણ એ મધ્ય પ્રદેશ માં ઓકારેશ્વર ખાતે આવેલો માંધાતા મહેલ ની તસ્વીર સામેલ છે.
આલેખન :-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.