ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામનાં ખેડૂતો દ્વારા બોડીદર થી કોડીનાર તાલુકાનાં ફાફણી ગામે જતાં જાહેર રસ્તાઓ પરનું દબાણ દૂર કરવાં બાબત લેખિત રજૂઆત જો જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા સામૂહિક આત્મ વિલોપન કરવાની આપી ચિમકી - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામનાં ખેડૂતો દ્વારા બોડીદર થી કોડીનાર તાલુકાનાં ફાફણી ગામે જતાં જાહેર રસ્તાઓ પરનું દબાણ દૂર કરવાં બાબત લેખિત રજૂઆત જો જાહેર રસ્તાઓ ખુલ્લા કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા સામૂહિક આત્મ વિલોપન કરવાની આપી ચિમકી


તા: ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં બોડીદર ગામેથી કોડીનાર જવા માટે ફાફણી ગામેથી પ્રચાર થતાં રસ્તામાં વાડી વિસ્તારોમાં અનેક ખેડૂતોએ રસ્તાનું દબાણ કરતાં વાડીએ જવામાં અનેક ખેડૂતોને મુશ્કેલી ઊભી થાય છે જેના અનુસંધાને ખેડૂતો આકરા પાણીએ જઇને ફરી લેખિત રજૂઆત કરી હતી આ રસ્તામાં ખેડૂતો દ્વારા વારંવાર દબાણ થતું હોવાથી અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ આગેવાનો કે અધિકારીઓનાં પેટમાં પાણી હલતું નથી ત્યારે ગઈકાલે સમૂહમાં ખેડૂતો સાથે મળીને ગીર ગઢડા મામલેતદાર પ્રાંત કચેરી ઉના અને ગીર સોમનાથ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી આજથી ત્રણ મહિના પહેલાં પણ સ્થાનિક અધિકારીઓને આવેદન પત્ર આપેલ હતું અને જિલ્લા કલેકટરને રુબરુમાં આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું

જેમાં ખેડૂતોને એવી ખાતરી આપવામાં આવી હતી કે તમે ખેડૂતો ઘઉંનું વાવેતર કરીદો રસ્તો અમે ખુલ્લો કરાવી દેશું એમને આજ ત્રણ મહિના વીતી ગયાં છતાં પણ આજ સુધી કોઈ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ પણ આ રસ્તાની મુલાકાત કરી નથી હાલ અત્યારે આ રસ્તે બળદગાડા ટ્રેક્ટર કટર થ્રેસર જેવાં વાહનો કાઢવા પણ મુશ્કેલ સમાન દેખાઈ રહ્યો છે જેમાં અનેક જગ્યાએ ગાન્ડા બાવળોએ પણ જોર પકડ્યું છે જેમાં ફાફણી જતાં તળાવ ઊંડું કરી અને લાખો રૂપિયાની માટીનું ખનન કરીને રસ્તો પણ કાપી નાખવામાં આવ્યો છે એવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે આ રસ્તા ઉપર જંગલી બાવળો જામી જાય ત્યારે ખેડૂતોને ત્યાંથી પ્રચાર થવું એ પણ એક મોતનાં જોખમ સમાન છે

ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે રસ્તા ઉપર દબાણ હટાવી 14 ફૂટનો રસ્તો ખેડૂતો માટે સરકારશ્રી દ્વારા અધિકારીઓ દ્વારા ખુલ્લો કરી આપવામાં આવે અને રસ્તો ખુલ્લો કરવામાં આવે તો ખેડૂતો માટે વાડીએ ઘઉં કાઢવા માટેનું કટર થ્રેસર જીસીબી જેવા જોખમી વાહનો લઈ જવાઈ એવી સ્થિતિ હાલ ખેડૂતોની દેખાઈ રહી છે ખેડૂતોની એક જ માંગ છે કે 14 ફુટનો રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો ખેડૂતોએ અલ્ટીમેટમ આપ્યું છે કે 15 દિવસમાં સામુહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે એવી પણ લેખિત રજૂઆત કરી છે ત્યાંનાં અમુક ખેડૂતો ખોટી રીતે રસ્તો ખુલ્લો કરાવવા માટે ખેડૂતો જાય છે ત્યારે 100 નંબર 181 નંબરમાં ખોટી ફરિયાદો કરી અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે અને રસ્તો પણ રીપેર કરવા દેતાં નથી જંગલી બાવળ પણ કાંપવા દેતા નથી અને આ સાત વર્ષથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ખેડૂતો કચેરીએથી ધક્કા ખાઈ ખાઈને થાકી જઈને ફરી પાછાં આવેલ છે

તેમ છતાં પણ આજ સુધી ઉપર આગેવાનો કે અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી ત્યારે આજે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાનાં કલેકટરની અપેક્ષા રાખી રહ્યા છે કે 15 દિવસમાં અમને તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરી આપે એવી અપેક્ષા ખેડૂતો જિલ્લા કલેકટરની રાખીને રહયા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અધિકારીઓ આગેવાનોનાં પેટમાં પાણી હલ છે કે રસ્તો જેમને તેમ રહેશે ??? એવું ખેડૂતોમાં લોકોમાં સર્ચાઇ રહ્યું છે જો તેમ છતાં ન્યાય નહીં મળે તો તમામ ખેડૂતો સાથે મળીને તારીખ 10/1/ 2025 ને શુક્રવારનાં રોજ અમે જિલ્લા કલેકટર કચેરીએ સમૂહમાં ખેડૂતો સાથે મળીને આત્મવિલોપન કરશું એ તમામ જવાબદારી અધિકારીઓની રહેશે એવી પણ ચિમકી ઉચારવામાં આવી છે

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ઞીર ઞઢડા ગીર સોમનાથ


8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.