P.H.D ની ડીગ્રી એનાયત કરાઈ - At This Time

P.H.D ની ડીગ્રી એનાયત કરાઈ


શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (ગોધરા ) માંથી મનોવિજ્ઞાન વિભાગમાં ના અધ્યાપક ડૉ. હિતેશ વાઢિયા સાહેબ ના માર્ગદર્શન નીચે મહાશોધ નિબંધ રજૂ કરતાં શ્રી ધવલ પ્રવિણચંદ્ર સોનેરી માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના વરદ હસ્તે PH.D ની ડીગ્રી એનાયત કરવામાં આવી. ડૉ. ધવલભાઈ સોનેરી શિક્ષણમાં M.A , B.ED , MPHIL with psychology અને B.A , M.A with history ની લાયકાત ધરાવે છે તેઓ શૈક્ષણિક રીતે પૂર્વ ptc college Mirambika* માં આચાર્ય તરીકે લાંબો સમય સેવા આપેલ છે તેમજ NIOS મા Resource person તરીકે રહીને untrained ટિચરોને training આપેલ છે .તેઓ સરકારી પ્રાથમિક શાળા માં શિક્ષકોની ઘટ હોવાથી શિક્ષણ થી સતત ચિતાશિલ હોય તેથી એક પ્રાથમિક શાળામાં બે વર્ષ સુધી માનદ સેવા આપીને શિક્ષણ વિષે તેમનો અભિગમ નિર્દેશ કરે છે.હાલ તેઓ શ્રી ઓમ ટ્રસ્ટ માં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યભાર સંભાળે છે અને તેમની શ્રી વિવેકાનંદ પ્રી સ્કૂલ માતર ખાતે કાર્યરત છે. તેઓશ્રીએ તેમનું સંશોધન *" A Comparative study of occupational stress, job satisfaction and psychological well-being among private and government school* *teachers* " પ્રાઇમરી અને અપર પ્રાઇમરી વિભાગમાં કરેલ છે.તેઓ હંમેશા શિક્ષણ માં રસ અને રુચિ ધરાવતા હોવાથી આજના શિક્ષણમાં કેવી રીતે સુધારો કરી શકાય તેમજ કયા કારણો કોઈ ને કોઈ બાબતો ભાગ ભજવે છે તે જાણવું અને તુલના કરવી તેવો અભિગમ હતો " તેમના દ્વારા ઇન્ટરનેશનલ જનરલ માં 6 પેપર Publish થયેલા છે અને Research Methodology ના નેશનલ વર્કશોપ,વેબીનાર, કોન્ફરન્સ મળીને કુલ ૧૮ જેટલા એટેન્ડ કરેલા છે આ સંશોધન થી શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ આપનાર અને મેળવનાર સંશોધન કરનાર,ભાવિ બાળકો માટે અને શિક્ષકો માટે તેમજ શિક્ષણ ક્ષેત્રમાં ગુજરાત સરકારશ્રીના કાર્યરત પદાધિકારીઓમાટે ખૂબ ઉપયોગી નિવડશે .
તેમણે શિક્ષણ ક્ષેત્રમાં સંઘર્ષો સાથે મેળવેલી સિદ્ધિઓ બદલ ખૂબ ખુબ અભિનંદન આપીએ છીએ.
તદ ઉપરાંત ડૉ ધવલભાઈ સોનેરી આવનારા સમયમાં એમના શિક્ષણ સિદ્ધિ રૂપી યશ કલગીઓનો સતત ઉમેરો થાય તેવી અભિલાષા .


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.