મનપામાં એજન્સીના કર્મચારીઓનું શોષણ : સરકારે રીપોર્ટ માંગ્યો
કોર્પોરેશનની વેરાની વાર્ષિક આવકમાંથી દર વર્ષનો પગાર ખર્ચ પણ નીકળતો નથી ત્યારે જુદા જુદા વિભાગો માટે એજન્સીઓ મારફત કોન્ટ્રાકટથી કર્મચારીઓ રાખવામાં આવે છે.
એજન્સી પાસેથી આઉટસોર્સિંગના રસ્તે રોકવામાં આવતા કર્મચારીઓનો પગાર સહિતના લાભ આપવાની જવાબદારી કોન્ટ્રાકટરની હોય છે. પરંતુ આવી રીતે કામ કરતા બે હજારથી વધુ કર્મચારીઓને પુરતો પગાર, પ્રોવિડન્ડ ફંડ સહિતના લાભો મળતા નહીં હોવાની સતત કરાતી ફરિયાદ પરથી સરકારે પુછાણ કરતા દોડધામ મચી છે.
આ શોષણની ફરિયાદો તાજેતરમાં આવેલી શ્રમ વિભાગની ટીમ પાસે પણ પહોંચાડવામાં આવી હતી. મહાપાલિકાના મોટાભાગના આઉટસોર્સિંગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે.
વિભાગોમાં
પરંતુ એજન્સી કર્મચારીદીઠ પુરૂ વેતન લઇને કર્મચારીઓને પુરા પગાર અને ભથ્થા ન આપતા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા શ્રમ આયોગે કોર્પોરેશનને પરિપત્ર કરી તમામ વિભાગના આઉટ સોર્સિસના કર્મચારીઓની પગાર ભથ્થા તેમજ વિભાગીય કામગીરી સહિતનો હિસાબ માંગ્યો છે. આથી મહેકમ શાખા
હિસાબ-કિતાબમાં પડી છે.
કોર્પો.ના આરોગ્ય વિભાગ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, પર્યાવરણ વિભાગ, આધારકાર્ડ વિભાગ, જન્મ-મરણ નોંધણી વિભાગ, વોટરવર્કસ સહિતના વિભાગોમાં ડેટા ઓપરેટરથી લઈને પટાવાળા સુધીના અનેક કર્મચારીઓને કોન્ટ્રાકટ પદ્ધતિથી એજન્સી મારફતે લેવામાં આવ્યા છે. અલગ અલગ વિભાગોમાં હાલ બે હજારથી વધુ આઉટ સોર્સિસના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.
આ અંગે યોગ્ય તપાસ થાય અને ગોલમાલ સાબિત થાય તો પગલા લેવા સહિતની શકયતા વ્યકત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ આવા કર્મચારીઓને રૂા. ૭ હજારથી રૂા. ૧૧ હજાર સુધીનો આપવામાં આવી રહ્યો છે. જેની સામે કોર્પોરેશન દ્વારા સરકારના નિયમ મુજબ વેતન ચુકવવામાં આવી રહ્યું છે. પરંતુ નોકરી જવાની બીકે કોઇ જાહેરમાં ફરિયાદ કરતું નથી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.