બોટાદ એસ.પી. અને ભાવનગર રેન્જ આઇ.જી સાહેબની બોટાદ કી આવાઝ ન્યુઝ પેપર ના તંત્રી સાથે શુભેચ્છા મુલાકાત
( રિપોર્ટ અજય ચૌહાણ)
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે વાર્ષિક ઈન્સ્પેકસન દરમ્યાન બોટાદની મુલાકાત લીધી હતી ત્યારબાદ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભાવનગર મહાનિરિક્ષકશ્રી, ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી કિશોર બલોળીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રશાસનની સારી કામગીરી પ્રકાશિત કરવા બદલ બોટાદ કી આવાઝ ન્યુઝ પેપરનો સાહેબ શ્રી દ્વારા અભિનંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા. સાથે રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોળીયાનુ બોટાદ કી આવાઝ ન્યુઝ પેપરના તંત્રી તથા સાથી પત્રકાર અશરફ જાંગડ દ્વારા સાહેબ શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ તેમજ પોલીસ પ્રશાસનનો સાહેબ સમક્ષ આભાર માન્યો હતો. આવનારા સમયની અંદર પોલીસ સારી કામગીરી તેમજ કાયદો વ્યવસ્થા સાથે બોટાદ સીટી ખુબજ આગળ વધે તેવા અભિનંદન બંને અધિકારીઓ ને પત્રકાર દ્વારા પાઠવ્યા હતા. ગત સમયની અંદર બોટાદ જિલ્લો શાંતિ અને સલામતીનો જિલ્લો રહ્યો છે અને હંમેસા બની રહે તેવા હેતુથી મુલાકાત કરવામા આવી હતી. આ ઉપરાંત બોટાદ ખાતે પધારેલ ભાવનગર રેન્જ આઇ જી ગૌતમ પરમાર સાહેબે સમય ફાળવ્યો તે બદલ પત્રકાર દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.