નગરપાલિકા એ ધંધુકામાં બિનઉપયોગી શૌચાલયને જર્જરિત જાહેર કર્યા.
નગરપાલિકા એ ધંધુકામાં બિનઉપયોગી શૌચાલયને જર્જરિત જાહેર કર્યા.
શહેરમાં અનેક જગ્યાએ શૌચાલય હાલમાં બંધ હાલતમાં છે.
ધંધુકામાં થતા કેટલાક વિકાસ કામો લોકોની સુવિધા વધારવાને બદલે મુશ્કેલીમાં વધારો કરી રહયા છે ભૂગર્ભ ગટરના કામો તેનું ઉદાહરણ તો છે જ..
શહેરમાં કેટલીક જગ્યાએ લાખો રૂા.ના ખર્ચે બનાવેલા પે એન્ડ યુઝ જાહેર શૌચાલયો પણ તેના ઉદાહરણ રૂપે ઉમેરી શકાય તેમ છે..! ધંધુકામાં લાખો રૂા.ના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરતુ મોટા ભાગના શૌચાલયો બંધ હાલતમાં છે મોટાભાગ ના પે એન્ડ યુઝ શૌચાલય બનાવ્યા પછી તેનો ઉપયોગ જ થયો નથી અને બંધ હાલતમા બિનઉપયોગી જરિત થતુ જાય છે.
પ્રજાના ટેક્ષના પૈસે બનાવેલા જાહેર શૌચાલયોની જાળવણી ન થાય તે તંત્રની કેવી બેદરકારી કહેવાય..? હાલ ધંધુકા નગરપાલીકા દ્રારા શ્યામઘાટ સામે આવેલા શૌચાલય પર જાહેર ચેતવણી નું બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ શૌયાલય જર્જરીત હાલતમાં છે કોઈએ આ શૌચાલયની અંદર પ્રવેશ કરવો નહી અને જો કોઈ ચેતવણી વિરુધ્ધ જઈને કરે તો ને જો કોઈ આકસ્મીક બનાવ બનશે તો નગરપાલીકા જવાબદાર રહેશે નહી. આ શૌચાલયો બહાર લોકો પોતાની રોજીરોટી લઈને લારી પાથરણા સાથે બેસતા હોય છે. જો આ શૌચાલયમાં કોઈ અકસ્માત થાય તો જાનહાનિ સર્જાઈ શકે છે. ધંધુકાની શ્યામધાટ શાળા, ધંધુકા પોલીસ સ્ટેશ, નંબર વિસ્તાર, નાની શાકમાર્કેટ સાથે જેવી જગ્યા પરના લોકો આ શૌચાલયનો ઉપયોગ કરી શકે છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.