વાગરા: 3 બાળકો ઉપર મધમાખીઓનો હુમલો, મામલતદાર કચેરીના પ્રાંગણમાં નાસભાગ મચી, ના.મામલતદારે માનવતા મહેકાવી
વાગરા સ્થિત જગલ ખાતાની કચેરી નજીકમાં આવેલ ઝાડ ઉપર પાલો પાડવા માટે ચઢેલા કિશોર ઉપર મધ માખીઓએ હુમલો કરતા ૮-૧૦ ફૂટ ઉપરથી કૂદકો મારી કિશોર નીચે કૂદી પડ્યો હતો. અને બચાવો બચાવોની બૂમો પાડતા વાગરા મામલતર કચેરીના કમ્પાઉન્ડમાં પહોંચી નીચે પડી આળોટવા લાગતા કચેરીમાં પણ એક સમયે નાસભાગ મચી જવા પામી હતી. બાળકની ચીસો સાંભળી મહેસુલ વિભાગના નવનિયુક્ત નાયબ મામલતદાર સંજય ખત્રીનાઓ મદદે આવી બાળકને સારવાર હેઠળ ખસેડી માનવતાનું કાર્ય કર્યું હતું.
બનાવ અંગે મળેલી માહિતી અનુસાર આજે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યાના અરસામાં વાગરા સ્થિત જંગલ ખાતાની કચેરી નજીક આવેલ ઝાડ નજીક ૩ જેટલા નાના બાળકો બકરા માટે પાલો લેવા આવ્યા હતા. જે પૈકી નીકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉમર-૧૩ જે ઝાડ ઉપર ચઢી પાલો પાડી રહ્યા હતા. તે વેળાએ ઝાડ ઉપર રહેલ ભૂરી મધનો મધપૂડો છંછેડાયો હતો. જેથી મધમાખીઓ ઉડવા લાગી હતી. અને ઝાડ ઉપર રહેલ કિશોર ઉપર ડંખ વડે હુમલો કરતા કિશોરે બચાવો બચાવોની ચીસ પાડી બચવા માટે નીચે કૂદી પડ્યો હતો. અને રડતા રડતા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ તરફ બચવા માટે ડોટ મૂકી હતી. અને જમીન ઉપર આળોટવા લાગ્યો હતો. જ્યાં રેશનકાર્ડ , આધારકાર્ડ તેમજ કે.વાય.સી ના કામઅર્થે મામલતદાર કચેરીમાં આવેલા અરજદારોમાં પણ નાશભાગ મચી જવા પામી હતી. એક નાનું બાળક મધમાખીના ડંખથી બચવા માટે બૂમો પાડી રહ્યું હતું, છતાં કોઈ પણ તેને બચાવા માટે આગળ આવ્યું ન હતું. તે સમયે વાગરા મામલતદાર ઓફિસમાં મહેસુલ વિભાગમાં નવા આવેલા નાયબ મામલતદાર સંજયકુમાર ખત્રીએ કંઈ પણ પરવાહ કર્યા વિના પોતાના ટેબલ ઉપરનું તમામ કામકાજ પડતું મૂકી નાના બાળકને ભૂરી મધના હુમલાથી બચાવવા માટે દોડી ગયા હતા. અને બાળક ઉપર રહેલી મધમાખીઓને રૂમાલથી ખસેડવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા. અને ત્યાર બાદ બાળકને તાત્કાલિક નજીકમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હોસ્પિટલમાં હાજર તબીબે તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરી હતી. બાળકના માથાના વાળમાં ભેરવાયેલી મધમાખીઓ તેમજ શરીરમાં લાગેલો ડંખો કાઢવાની કામગીરીમાં લાગી ગયા હતા. મધમાખીઓના હુમલામાં અન્ય બે બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમા મેઘા મહેન્દ્રભાઇ રાઠોડ ઉ.વ-૦૭, હિરેન નરેશભાઇ રાઠોડ ઉ.વ.૦૬ ને પણ મધ માખીઓને ડંખ માર્યા હતા. પરંતુ નીકુલભાઈ મહેન્દ્રભાઈ રાઠોડને ડંખ વધારે પ્રમાણમાં મારેલા હોય જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. પોતાનો જીવ જોખમમાં મૂકી મધમાખીઓના હુમલાથી બાળકને બચાવી માનવતાનું કાર્ય કરનાર નાયબ મામલતદાર સંજયભાઈ ખત્રીની ચોમેરથી પ્રસંશાઓ થઈ રહી છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.