ટ્રાફિકની સમસ્યા: મહુવામાં જાહેર માર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ ઉભી કરતી ટ્રાફિકની સમસ્યા
મહુવા શહેરમાં કેબીન ચોક વિસ્તાર આસપાસ રોડ ઉપર આડેધડ વાહન પાર્કીંગનો પ્રશ્ન પેચીદો બન્યો છે. આડેધડ પાર્કીંગ અને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માંગ ઉભી થવા પામી છે.
શહેરના કેબીન ચોક તથા વાછડાવીર મંદિર આસપાસ રીક્ષા ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવાના કારણે ભારે ટ્રાફિકના પ્રશ્નો દરરોજ ઉભા થાય છે. આ અંગે પોલીસ દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી તથા ટ્રાફિક નિયમન થતુ નથી. રસ્તા ઉપર વાહનો માટે સવારે 8 થી રાત્રીના 8 સુધી નો પાર્કિંગ ઝોન અને વાહનો ઉપર અગાઉ પ્રતિબંધ મુકવામાં આવેલ હોવા છતા આ રોડ ઉપર રીક્ષાઓ પણ અડીંગો જમાવી ઉભી હોય છે આથી આ રોડ ઉપર દિવસના અનેક વખત ચકકાજામ સર્જાય છે.
મહુવા શહેરમાં ટ્રાફીક સમસ્યાથી નગરજનો મુશ્કેલી ભોગવીરહ્યાં છે. ટ્રાફિક સમસ્યા મેઇન રોડ સહિત હવે તો ખાંચાગલીમાં પણ ઉભી થવા પામી છે. નગરપાલિકા અને પોલીસસાથે મળીને સર્વે કરી મહુવાના કેટલાક વિસ્તારોમાં વાહનોનીપ્રવેશબંધી, નો પાર્કિંગ ઝોન અને ગીચતા ધરાવતા તથા
મુખ્ય રસ્તા ઉપર એક-બેકી તારીખે પાર્કિંગ માટે જાહેરનામુંપ્રસિધ્ધ કરવામાં આવેલ હોવા છતા ટ્રાફિકના નિયમોનું પાલનકરવામાં આવતુ નથી
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.