નાના ખુંટવડાગામે ડીગ્રી વિના ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
SOG એ ક્લિનિક માંથી અલગ અલગ દવાઓ તેમજ મેડિલકલ સાધનો મળી કુલ રૂ 12.242/ નો મુદામાલ કબ્જે
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુંટવડાગામે તબીબી ડીગ્રી વિના ક્લિનિક ચલાવતા મૂળ બોરડા ગામના અને હાલ નાના
ખુંટવડાગામે રહેતા શખ્સની અલગ અલગ બ્રાન્ડની દવાઓ તથા મેડિકલ સાધનો સાથે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમ ધડપકડ કરી બગદાણા પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા [ મળતી વિગતો અનુસાર ગતરોજ એસાંજી ની ટીમ મહુવા તાલુકામાં આવેલ અલગ અલગ ગામડાઓમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નાના ખુંટવડાગામે એક શખ્સ મેડિકલ ની ડિગ્રી વિના દવાખાનું ખોલીને ગેરકાયદેસર રીતે દવાઓના એક્સપરિમેન્ટ સાથે બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે જે માહિતી આધારે એસઓજી ની ટીમે નાના ખુંટવડાગામે
ક્લિનિક પર રેડ કરી આ કિલનિક ચરાવતા મૂળ મહુવા તાલુકાના બોરડા ગામના વતની અને હાલ નાના ખુંટવડાગામે રહેતા શૈલેષ ષ મનુ શિયાળ ૧ ઉંમર ૨૭૫૨૮ની વર્ષ અટકાયત કરી તેની પાસે તબીબ હોવાના ડિગ્રી સર્ટી ની માંગ કરતા રીલેષ યોગ્ય દસ્તાવેજ ડિગ્રી કે ઉપગબ્ધિ રજ કરી શક્યો ન હતો અને તેણે ડિગ્રી વિના ડોક્ટર તરીકે લોકોને સારવાર કરતો હોવાની કબુલાત કરી હતી આથી એસોજીની ટિમ એ શિલેષ મનુ શિયાળ ની મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ધરપકડ કરી કિલનિક માંથી અલગ અલગ કંપનીની દવાઓ તથા સારવાર માટે ઉપયોગમાં લેવાતા મેડિકલ સાધનો મળી કુલ રૂપિયા ૧૨,૨૪૨ નો મુદામાલ કબજે કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવી આરોપી મુદામાલ સોંપી વધુ તપાસ હાથ ધરી છે
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.