ક્રેડીટ કાર્ડ પર લોનની જાહેરાત મારફતે ફરીયાદીના ક્રેડીટ કાર્ડની વિગતો તેમજ ઓ.ટી.પી મેળવી સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડતી બોટાદ સાયબર ક્રાઇમ ટીમ - At This Time

ક્રેડીટ કાર્ડ પર લોનની જાહેરાત મારફતે ફરીયાદીના ક્રેડીટ કાર્ડની વિગતો તેમજ ઓ.ટી.પી મેળવી સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડતી બોટાદ સાયબર ક્રાઇમ ટીમ


(રિપોર્ટ -ચેતન ચૌહાણ)
બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા દ્વારા બોટાદ જીલ્લામાં સાયબર કાઇમ સંબંધીત ગુન્હાઓ અટકાવવા તથા ખઆરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હારિત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા મહર્ષી રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ વિભાગ, નાઓની સુચના તેમજ માર્ગદર્શન આપવા મા આવેલ જેના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ ખાતે એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૦૦૦૯૨૪૦૦૦૫/૨૦૨૪ બી.એન.એસ કલમ- ૩૧૬(૨), ૩૧૮,૩૧૯(૨) તથા IT. એક્ટ કલમ ૬ડ(ડી) મુજબનો ગુન્હો તા. ૨૫/૧૦/૨૦૨૪ ના ક.૧૦/૦૦ વાગ્યે જાહેર થયેલ. ગુનામાં ફરીયાદી દિલીપભાઇ ધુડાભાઈ ધાધલ રહે. સમઢિયાળ-૧ તા.જી.બોટાદ એ જાહેર કર્યા મુજબ ફરીયાદીના મોબાઇલમાં એક વોટ્સએપ ગ્રૂપમાં બજાજ કેડીટ કાર્ડ પર ત્રણ લાખ સુધીની ઝીરો ટકાની લોન અંગેની જાહેરાત આવેલ જેમાં સામાવાળાનો મો.નં પણ લખેલો હતો. ફરીયાદીએ આપેલ મો.નં ઉપર કોન્ટેક્ટ કરતા સામેવાળાના જણાવ્યા મુજબ ક્રેડીટ કાર્ડની વિગતો તેમજ ઓ.ટી.પી મેળવી ફરીયાદીની જાણ બહાર રૂ.૫૦,૨૬૩/-ની ખરીદી કરી ફરીયાદી સાથે સાયબર ક્રાઇમ આચરેલ હતો. આ ગુન્હાના કામે એક અરોપી હાર્દીકભાઇ રાજેશભાઇ માખેંચા ઉ.વ.આ-૩૨ રહે-લક્ષમણ ટાઉનશીપ, જીવરાજ પાર્ક, રાજકોટ શહેર ધંધો-રીક્ષા ડ્રાઇવ ને ઝડપી પાડી અન્ય આરોપીઓ પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.