રાજકોટ આગામી દિવાળી તહેવાર નિમિત્તે નાસ્તા ફરતા ઈસમોને પકડવા ડ્રાઈવ આયોજન.
રાજકોટ શહેર તા.૨૭/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ પોલીસ કમીશનર દ્વારા આગામી સમયમા દિવાળીનો તહેવાર શાંતીપુર્ણ રીતે પસાર થાય તે અનુશંધાને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેમા પેરોલ ફર્લો સ્કર્વોડ રાજકોટ શહેર દ્વારા કુલ-૫૦ નાસતા ફરતા આરોપીઓને રાજકૉટ શહેર તથા ગુજરાત રાજય તથા આંતર-રાજયમાંથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા રાજકોટ શહેરનાઓ દ્વારા તા.૧૮/૯/૨૦૨૪ થી તા.૧૮/૧૦/૨૦૨૪ સુધી રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ રાખી વધુમા વધુ પેરોલ જમ્પ કેદીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પેરોલ ફર્લો સ્કર્વોડ રાજકોટ શહેરનાઓને સુચના કરેલ હોય, ડ્રાઈવ અન્વયે રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા નાયબ પોલીસ કમિશનર કાઈમ પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનિશ પોલીસ કમિશનર બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવનુ આયોજન કરી રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી સર્વેલન્સ સ્કોડના એક-એક પોલીસ કર્મચારીને મ્હે, પોલીસ કમિશનર ની સુચના મુજબ મેળવી અને પેરોલ ફર્લો સ્કર્વોડના કર્મચારીઓ સાથે રાખી નાસતા ફરતા સ્કર્વોડની કુલ-૬ ટીમો બનાવી રાજકોટ શહેરના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે જરૂરી માર્ગદર્શન આપી સુપરવિઝન રાખી નીચે મુજબના નાસતા ફરતા આરોપીઓને રાજકોટ શહેરની પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કર્વોડ (નાસતા ફરતા સ્કર્વોડ) દ્વારા પકડવામા આવેલ, રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલ ખુનના ગુન્હાના ફરાર કેદીઓ-૩ તથા રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાથી ફરાર થયેલ નેગોશીયેબલ ગુન્હાના ફરાર કેદીઓ-૨ તથા રાજકોટ શહેર મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલ પોલીસ જાપ્તામાથી ફરાર કેદી-૧ આમ કુલ-૬ ફરાર કેદીઓને ડ્રાઈવ દરમ્યાન શોધી કાઢી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે. રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા વિશ્વાસઘાતના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ-૯ તથા પ્રોહિબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ-૭ તથા લેન્ડગેબીંગના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓ-૩ તથા અપહરણના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ-૩ તથા એટ્રોસીટીના ગુન્હામા નાસતા ફરતા આરોપી-૧ તથા હનિટ્રેપના ગુન્હામાં નાસતા ફરતા આરોપી-૧ તથા ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપી-૧ તથા શરીર સબંધી ગુન્હાઓમા નાસતા ફરતા આરોપી-૧ તથા ગે.કા.બાયોડીઝલ વેચાણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી-૧ તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ નાસતા ફરતા આરોપી-૧ તથા ચાલુ તપાસના આરોપીઓ-૬ તથા સજા વોરન્ટના નાસતા ફરતા આરોપીઓ-૧૦ આમ કુલ-૫૦ આરોપીઓને ડ્રાઈવ દરમ્યાન પકડવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.