દિવાળી સ્પેશિયલ ટ્રેનોમાં રાજકોટથી એક સાપ્તાહિક સ્પે.ટ્રેન દોડશે - At This Time

દિવાળી સ્પેશિયલ ટ્રેનોમાં રાજકોટથી એક સાપ્તાહિક સ્પે.ટ્રેન દોડશે


દિવાળી અને છઠ પૂજા પહેલા ભારતીય રેલવેએ મુસાફરોની વધારાની ભીડને દૂર કરવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.રેલવે વિભાગ ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ વિસ્તારમાંથી સ્પે.ટ્રેનો દોડાવશે.
રેલવે વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અમદાવાદથી 6 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો, રાજકોટથી એક સાપ્તાહિક એક્સપ્રેસ ફેસ્ટિવલ સ્પેશિયલ, વડોદરાથી એક સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેન અને સુરતથી 21 સ્પેશિયલ ફેસ્ટિવલ ટ્રેનો ઉપડશે.
આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ રેલવેએ આ વખતે વધારાની 86 ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે. જેમાં 1380 ફેરા હશે. આ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેનોથી લાખો પ્રવાસીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પશ્ચિમ રેલવેએ 65 ટ્રેનોના 1110 ફેરા દોડાવ્યા હતા.
સુરત રેલવે સ્ટેશનથી આ વર્ષે 21 ટ્રેનો વધારીને કુલ 86 ટ્રેનો કરી આ વર્ષે 21 ટ્રેનો વધારીને કુલ 86 ટ્રેનો હશે. એટલે કે વધારાના 270 ફેરા હશે. આમ કુલ 86 ટ્રેનોના 1380 ફેરા હશે. 1380 ફેરામાં 28 લાખથી વધુ પ્રવાસીઓને ફાયદો થશે. મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતના શહેરો માટે દોડાવવામાં આવશે.
તેમાં સૌથી વધુ મુંબઈથી 14 જોડી સ્પેશિલય ટ્રેન દોડાવાશે. સુરત-ઉધનાથી 8 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે સુરત-ઉધનાથી 8 જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ઉપરાંત 20 જોડી સ્પેશિયલ ટ્રેનો સુરત-ઉધના-ભેસ્તાનથી પસાર થશે.
ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો વાપી, વલસાડ, વડોદરા, અમદાવાદ, સાબરમતી, હાપા, ઓખા, રાજકોટ અને ભાવનગરથી પણ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સૌથી વધુ લાભ સુરત-ઉધનાને થનાર છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.