બાપા સિતારામ પરિવાર દ્વારા અયોધ્યામાં કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ
દેશ-વિદેશમાં બાપા સિતારામનો કર્ણપ્રિય નાદ ગૂંજતો કરનાર વિશ્વ વંદનીય સંત શિરોમણી પરમ પૂજય બજરંગદાસબાપાનામહુવા તાલુકાના બગદાણા ખાતે આવેલા ગુરૂઆશ્રમના બાપા સિતારામ પરિવાર દ ર દ્વારા યાત્રાધામ અયોધ્યા ખાતે રવિવારથી કાયમી ધોરણે અન્નક્ષેત્રનો શુભારંભ કરવામાં આવ્યો છે
બગદાણા ગુરૂઆશ્રમના સેવક સમુદાય દ્વારા અગાઉ સતત બે માસ સુધી અન્નક્ષેત્ર શરૂ રાખવામાં આવ્યુ હતુ
અયોધ્યા ખાતે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના દિવ્ય મંદિરના નવનિર્માણ બાદ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે ગત તા.૨૯ જાન્યુઆરીથી બગદાણા ગુરૂ આશ્રમના બાપા સિતારામ પરિવાર દ્વારા સતત બે મહિના સુધી યાત્રિકો માટે બગદાણા તીર્થની પધ્ધતિ મુજબ વિશાળ | અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. જે તે વખતે અયોધ્યાના આ અન્નક્ષેત્રમાં સતત બે માસ સુધી બપોરે મોહનથાળ, ગાંઠીયા, ગરમ દાળ, ભાત અને શાક તેમજ સાંજે ગરમ કઢી અને ખીચડીનો મહાપ્રસાદ નીયમીતપણે ૧૫ થી ૨૦ હજાર ભાવિકોને આપવામાં આવતો હતો. જે
માટે બગદાણા આશ્રમના સેવકોના વારા | મુજબના ૨૦૦ ભાઈઓએ સતત સેવા આપી હતી. બાદ થોડો સમય આ અન્નક્ષેત્રને વિરામ અપાયો હતો. બગદાણા ગુરૂઆશ્રમના પૂ.મનજીબાપાના સંકલ્પ મુજબ અયોધ્યામાં કાયમી ધોરણે અન્નક્ષેત્ર શરૂ રાખવાના ભગીરથ અભિયાનનો તા.૨૦ ઓકટોબરને રવિવારથી પુન શુભારંભ કરાયો છે. રવિવારે અયોધ્યામાં પંચકોશી રોડ પર ઉદીયા સ્કુલની સામે પંચમુખી હનુમાનજીની જગ્યામાં મનજીબાપાના વિશાળ કટઆઉટ સમક્ષ રાજયભરમાંથી આવેલા ૧૨૦૦ થી વધુ નામી અનામી સાધુ, સંતો અને મહંતોની
વિશેષ ઉપસ્થિતીમાં અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પુન શુભારંભ કરાયો હતો. રવિવારે પ્રથમ દિવસે જ સાધુ, સંતો, મહંતો ઉપરાંત પાંચ હજારથી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. પરિવાર દ્વારા આ સાધુ, સંતોને પ્રણાલિકા મુજબ ભોજન કરાવી, ભેટપૂજા અપાઈ હતી. આ સાથે અત્રે ૧૧ કુંડી અન્નપુર્ણા યજ્ઞ પણ કરાયો હતો. ભોજન સમારોહમાં બગદાણા, ભાવનગર, અમદાવાદ અને સુરતના સેવક સમુદાયેસેવા આપી હતી. બગદાણા આશ્રમના કુલ ૨૪ મંડળો પૈકીના મંડળોને નીત્યક્રમ મુજબ વર્ષે એક વાર અયોધ્યામાં સેવા આપશે તેમ કિશોરભાઈએ જણાવ્યુ હતુ.
અહેવાલ ભુપત ડોડીયા બગદાણા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.