મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો - At This Time

મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો


મેંદરડા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજાયો

મેંદરડા ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે સફાઈ, વૃક્ષા રોપણ,મેડીકલ કેમ્પ સહિત ના વિવિધ કાર્યક્રમ યોજાયા

મેંદરડા ખાતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી મેંદરડા ના સંયુક્ત ઉપક્રમે સૌ પ્રથમ બોરીચા કોલેજ ખાતેથી રેલી સ્વરૂપે તમામ ઉપસ્થિત લોકો દ્વારા ભગતસિંહ ના સ્ટેચ્યુ સુધી પગપાળા પહોંચ્યા હતા

ત્યાંથી ગ્રામ પંચાયત ના સફાઈ કામદારો સાથે જિલ્લા કલેકટર, જિલ્લા પ્રમુખ,ડી.ડી.ઓ, પ્રાંત અધિકારી મેંદરડા મામલતદાર, સરપંચ,ટી.ડી.ઓ મેંદરડા તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ના તમામ સભ્યો કોલેજ સ્ટાફ અને વહીવટી તંત્ર સાથે કચરા સફાઈ ના કાર્યક્રમ માં સહભાગી થયેલ હતા

ત્યારબાદ બોરીચા કોલેજના પટાંગણમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલેક્ટર શ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. જે બાદ સફાઈ કામદારોનું સન્માન કરી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા

તદ્ઉપરાંત એક પેડ મા કે નામ અંતર્ગત ઉપસ્થિત તમામ મહાનુભાવો જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું

કાર્યક્રમના અંતે સફાઈ કામદારો ભાઈઓ બહેનો સહિતનાઓનું હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયેલ હતો જેની કલેકટર,ડીડીઓ જિલ્લા પ્રમુખ સરપંચ સહિતનાઓ દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા ના કાર્યક્રમ માં મેંદરડા તાલુકા ભાજપ ની ટીમ સરપંચ શ્રી, આરોગ્ય ટીમ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ટીડીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુમાર શાળા ના આચાર્ય મહેશભાઈ લીંબાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.