જુનાગઢ ખડીયા મેંદરડા સાસણ તાલાલા રોડ મજબુતી કરણ માટે ૪૩.૫૦ કરોડ મંજૂર થતાં પ્રવાસીઓ અને લોકો માટે વધુ સરળ બનસે - At This Time

જુનાગઢ ખડીયા મેંદરડા સાસણ તાલાલા રોડ મજબુતી કરણ માટે ૪૩.૫૦ કરોડ મંજૂર થતાં પ્રવાસીઓ અને લોકો માટે વધુ સરળ બનસે


*ગુજરાતની શાન ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું બનશે વધુ સરળ"
-----
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા
-----
-: પ્રવાસન વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય :-
-----
સિંહદર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના એક માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ વધુ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન-પ્રવાસનની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.

ગીર અભયારણ્યમાં તેમ જ દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે.

એટલું જ નહીં, જૂનાગઢથી ગીર સોમનાથને જોડતો આ માર્ગ પ્રવાસીઓને બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ રસ્તો છે.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ દરમ્યાન સિંહદર્શન માટે સાસણ ગીર આવતા વિશ્વભરના લાખો પ્રવાસીઓ ભગવાન સોમનાથના દર્શને પણ આ માર્ગેથી સરળતાપૂર્વક જઈ શકે તેવા પ્રવાસન-પર્યટન વિકાસ ધ્યેય સાથે 42 કિલોમીટરના આ માર્ગના મજબૂતી કરણના કામો માટે આ રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે

રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.