મહિલા મેડિકલ ઓફિસરને રાત્રીના 8થી 2ની ડ્યૂટી સોંપવાના નિર્ણયથી કચવાટ - At This Time

મહિલા મેડિકલ ઓફિસરને રાત્રીના 8થી 2ની ડ્યૂટી સોંપવાના નિર્ણયથી કચવાટ


કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મની ઘટનાથી સિવિલના તબીબોમાં ભય

ફરજ પૂરી કરી રાત્રે 2 વાગ્યે મહિલા ડોક્ટરનું ઘરે એકલું જવું જોખમી

સતત વિવાદમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલ હવે ડ્યૂટી ફાળવણીના મુદ્દે વિવાદમાં આવી છે. બોન્ડેડ મહિલા તબીબોને રાત્રીના 8થી રાત્રીના 2 વાગ્યાની ડ્યૂટી ફાળવવામાં આવતા રાત્રીના ડ્યૂટી પૂરી કરીને ઘરે એકલા જતાં મહિલા તબીબોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે અને મહિલા તબીબોએ આ મુદ્દે અવાજ પણ ઉઠાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.