જિલ્‍લામાં મોટર સાયકલ અને ટુ વ્‍હીલર વાહનોનો નંબર પ્‍લેટ બનાવનારાઓ માટે જરૂરી સૂચનાઓ - At This Time

જિલ્‍લામાં મોટર સાયકલ અને ટુ વ્‍હીલર વાહનોનો નંબર પ્‍લેટ બનાવનારાઓ માટે જરૂરી સૂચનાઓ


જિલ્‍લામાં મોટર સાયકલ અને ટુ વ્‍હીલર વાહનોનો નંબર પ્‍લેટ બનાવનારાઓ માટે જરૂરી સૂચનાઓ
*********
આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્‍હીલર વાહનો ઉપર સ્‍ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્‍યાઓમાં બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્‍યોને અંજામ આપવામાં આવે છે. જેથી મોટર સાયકલો/વાહનોના નંબર પ્‍લેટ બનાવનારાઓ ઉપર જાહેર વ્‍યવસ્‍થા, શાંતી,સલામતી અને દેશની સુરક્ષા માટે શ્રી ડો. રતનકંવર ગઢવીચારણ, જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ અને કલેકટર,સાબરકાંઠા જિલ્‍લાએ સમગ્ર જિલ્‍લામાં મોટર સાયકલ, સ્‍કુટર, ટુ વ્‍હીલર તથા અન્‍ય વાહનોના નંબર પ્‍લેટ બનાવનારા, ચીતરનાર સંસ્‍થા, દુકાનદારોએ પાસે જયારે જયારે આવા સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હીલરો વાહનોની નંબર પ્‍લેટ બનાવવા આવે તે વખતે જરૂરી સુચનાઓનું અવશ્‍ય પાલન કરવાના હુકમ જારી કરાયા છે.
તદ્દનુસાર આવા વાહનચાલકોનું ડ્રાઇવીંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનુ ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્‍થાનુ પ્રમાણપત્ર કે સ્‍થાનીક અગ્રણીઓ જેવા કે મ્‍યુનીસીપલ કોર્પોરેટર, ધારાસભ્‍યશ્રી, સંસદસભ્‍યશ્રી કોઇપણ ખાતાના રાજયપત્રીત અધિકારીશ્રી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પૂરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી મેળવવું. ઉપરાંત રજીસ્‍ટરમાં ગ્રાહકનું પૂરુ નામ, સારનામું, સંપર્ક માટે ટેલિફોન/મોબઇલ નંબર લખવો. સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ વ્‍હિલર વાહનોના નંબર પ્‍લેટ બનાવનારાઓ પાસેથી કોઇ પણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજૂ કરવાનું રહેશે. આ હુકમ તા. ૨૩ ઓક્ટોબર ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.